મલાઈકા અરોરાએ અમેરિકામાં કર્યો એવો ડાન્સ કે...

Published: Sep 15, 2019, 18:41 IST | મુંબઈ ડેસ્ક

મલાઇકા અરોરાના વર્કઆઉટ વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે.

મલાઇકા અરોરા
મલાઇકા અરોરા

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલ પોતાની ફિટનેસ અને અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. ઘણીવાર અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની તસવીરો વાયરલ થતી હોય છે. કપલની તસવીરો પરથી લાગે છે કે બન્ને એકબીજાથી ખૂબ જ ક્લૉઝ છે અને તેમની વચ્ચે જબરજસ્ત બૉન્ડિંગ છે. તો બીજી તરફ મલાઇકા અરોરાના વર્કઆઉટ વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. પોતાના ડાન્સથી લાખો લોકોને દિવાના કરતી મલાઇકા ફરી એકવાર ડાન્સને લઇને ચર્ચામાં છવાયેલી છે.

મલાઇકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ડાન્સના કેટલાક જીઆઇએફ શૅર કર્યા છે, જેમાં તે કેટલીક છોકરીઓ સાથે ડાન્સ કરે છે. તો અન્ય ડાન્સર્સ પણ તેને ફૉલો કરી રહી છે. ખાસ વાત એ છે કે આ વીડિયો ભારતનો નહીં પણ અમેરિકાનો છે. મલાઇકા અમેરિકાના બૉસ્ટૉનમાં છે અને ત્યાં છોકરીઓને ડાન્સ શીખવાડી રહી છે અને ટ્રેક પેન્ટમાં તેના મૂવ્સ પણ ખૂબ જ સુંદર રીતે દેખાય છે.

સાથે જ તેણે પોતાના વેન્યૂની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઇન્સ્ટા સ્ટોરી દ્વારા પોસ્ટ કરી છે. આ પહેલા મલાઇકાએ પોતાના વર્કઆઉટનો વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે જુદી જુદી રીતે વર્કઆઉટ કરતી દેખાય છે. તેના આ વીડિયોને ઘણા લોકોએ પસંદ કર્યો હતો અને તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી હતી. આ પહેલા પણ મલાઇકાના આવા વીડિયોઝ વાયરલ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા ઘણીવાર પોતાના વર્કઆઉટના વીડિયોઝ અને ફોટોઝ શૅર કરતી હોય છે, તાજેતરમાં જ તેણે પોતાની એક બ્લેક એન્ડ વાઇટ તસવીર શૅર કરી, જેમાં સમુદ્રના મોજાનો આનંદ માણતી મલાઇકા જોવા મળી.

 
 
 
View this post on Instagram

#Repost @farrokhchothia with @get_repost ・・・ With the eternal Malaika, #archives

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onSep 10, 2019 at 9:12pm PDT

તસવીરમાં મલાઇકાએ સફેદ બિકિની પહેરી રાખી છે. કેટલાક મહિના પહેલા જ વેકેશન્સ દરમિયાન બન્નેએ બધાની સામે પોતાના રિલેશનશિપનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો, જેના પછી બન્નેને સતત સાથે સ્પૉટ કરવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK