Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલાઇકા અરોરાએ રક્ષાબંધન પર અર્જુન કપૂર સાથે શેર કરી તસવીર, થયું આવું...

મલાઇકા અરોરાએ રક્ષાબંધન પર અર્જુન કપૂર સાથે શેર કરી તસવીર, થયું આવું...

16 August, 2019 08:33 PM IST | મુંબઈ ડેસ્ક

મલાઇકા અરોરાએ રક્ષાબંધન પર અર્જુન કપૂર સાથે શેર કરી તસવીર, થયું આવું...

મલાઇકા અરોરા સાથે અર્જુન કપૂર અને ફરાહ ખાન સાથે અન્ય બોલીવુડ સિતાર

મલાઇકા અરોરા સાથે અર્જુન કપૂર અને ફરાહ ખાન સાથે અન્ય બોલીવુડ સિતાર


બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે જ્યારથી પોતાની રિલેશનશિપને ઑફિશિયલ કરી છે ત્યારથી તેમને અવારનવાર ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે જ્યારથી પોતાની રિલેશનશિપ ઑફિશિયલ કરી છે ત્યારથી તેમને ટ્રોલ કરવામાં આવે છે ક્યારેક બન્નેની ઉંમરના તફાવતને લઈને તો ક્યારેક તેમના કપડાંના કલરને લઇને તો ક્યારેક કંઇક ટ્રોલર્સ સતત તેમને ટ્રોલ કરતાં હોય છે. તાજેતરમાં જ મલાઇકાએ અર્જુન કપૂર સાથે એક તસવીર શેર કરી છે જેના પછી તે ટ્રોલ થઈ ગઈ છે.



મલાઇકાએ 15 ઑગસ્ટના અવસરે અર્જુન કપૂર સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે આ તસવીરમાં તેની સાથે ફરાહ ખાન, ચંકી પાંડે અને શ્વેતા બચ્ચન પણ દેખાય છે. હવે કારણકે 15 ઑગસ્ટના દિવસે જ રક્ષાબંધનનો તહેવાર પણ હતો એવામાં લોકો અર્જુનને મલાઇકાનો ભાઇ કહીને ટ્રોલ કરી રહ્યા છે.



મુકુલ નામના યૂઝરે તો મલાઇકાની તસવીર પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે, "મલાઇકાનો નવો ભાઈ મળી ગયો." તો કેટલાક લોકો એમ કહીને ટ્રોલ કરી રહ્યા છે કે તે ક્યારેય પોતાના દીકરા સાથે નથી દેખાતી.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

ઉલ્લેખનીય છે કે મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે તાજેતરમાં જ પોતાના સંબંધોનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો. બન્ને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે તેવી ચર્ચા થઈ રહી છે. મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા છે. હાલમાં જ પોતાના જીવનમાં બીજી વાર પ્રેમ કરવા બાબતે પૂછવા પર મલાઇકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતમાં મહિલાઓને બીજી વાર પ્રેમ કરવા પર ટેબૂ માનવામાં આવે છે.

મલાઇકા અરોરાએ જણાવ્યું કે, "ભારતમાં બીજીવાર પ્રેમ કરવો ટેબૂ સમાન છે કારણ કે કેટલીય વાર પરિસ્થિતિઓ જુદી જુદી હોય છે. જેનાથી લડવું પડે છે, પણ હું માનું છું કે આ બધાં વિષયો પર ઓપન માઇન્ડેડ થઈને વિચાર કરીને આગળ વધવું જોઈએ."

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2019 08:33 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK