Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલાઇકાએ શૅર કરી તસવીર તો રાહુલ ખન્નાએ કહ્યું, 'હું પ્રેસ નહીં કરી શકું'

મલાઇકાએ શૅર કરી તસવીર તો રાહુલ ખન્નાએ કહ્યું, 'હું પ્રેસ નહીં કરી શકું'

27 November, 2019 02:26 PM IST | Mumbai Desk

મલાઇકાએ શૅર કરી તસવીર તો રાહુલ ખન્નાએ કહ્યું, 'હું પ્રેસ નહીં કરી શકું'

મલાઇકાએ શૅર કરી તસવીર તો રાહુલ ખન્નાએ કહ્યું, 'હું પ્રેસ નહીં કરી શકું'


બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા ભલે ફિલ્મોથી દૂર છે, પણ પોતાની તસવીરો અને પર્સનલ લાઇફને લઇને મલાઇકા સતત ચર્ચાઓમાં રહે છે. ફિટનેસ ફ્રીક મલાઇકાના લાખો દિવાના છે અને સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરોની રાહ જુએ છે અને મલાઇકા પણ પોતાના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે પોતાની તસવીરો અપલોડ કરતી રહે છે.




આ રીતે જ મલાઇકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 3 તસવીરો શૅર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાય છે. આ તસવીરો એક ફોટોશૂટની છે, જેમાં તેણે પ્લગિંગ નેકલાઇ અને હાઇ-થાઇ સ્લિટ સાથે સિલ્વર શિમરી આઉટફીટ પહેર્યું છે. સાથે જ બૅકગ્રાઉન્ડમાં પણ સિલ્વર કપડા છે. જે તસવીરોને વધારે ખાસ બનાવે છે. સાથે જ મલાઇકાએ આ બેકગ્રાઉન્ડ કર્ટનને ઉપયોગ કરીને પૉઝ પણ આપ્યા છે.


મલાઇકાની આ તસવીરોની સોશિયલ મીડિયા પર ઘણા વખાણ થઈ રહ્યા છે. પણ લોકો આ આઉટફિટ અને બૅકગ્રાઉન્ડનો આનંદ માણવામાં પાછળ રહ્યા નથી અને તસવીરોને લઈને મજાક પણ કરી રહ્યા છે. આ લોકોમાં અભિનેતા રાહુલ ખન્નાનું નામ પણ સામેલ છે, જેણે મસ્તીભર્યા અંદાજમાં એક કોમેન્ટ કરી છે. રાહુલ ખન્નાએ તસવીર પર કોમેન્ટ કરતાં લખ્યું, "હું આના પર પ્રેસ કરવાનો ઇન્ચાર્જ નહીં બનીશ."

આ પણ વાંચો : અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

રાહુલ ખન્નાની આ કોમેન્ટને કેટલાય લોકોએ લાઇક કરી છે. આ સિવાય અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ કોમેન્ટ કરતાં મલાઇકાના વખાણ કર્યા છે. જણાવીએ કે મલાઇકા હાલ અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને વધારે ચર્ચામાં રહે છેઅને બન્નેની એકસાથે કેટલીય તસવીરો વાયરલ થતી રહે છે. આ તસવીરો તેમની સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ પણ દર્શાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2019 02:26 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK