મલાઇકા અરોરા (Malaika Arora)એ અર્જુન કપૂર (Arjun Kapoor) સાથેની એક રોમાન્ટિક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં અર્જુન અને મલાઇકા એકબીજાને ભેટી રહ્યા છે અને બન્ને હસી રહ્યા છે. આ વીડિયો ધર્મશાળાનો છે જ્યાં મલાઇકા, અર્જુન સાથે દિવાળી સેલિબ્રેટ કરવા ગઈ હતી. આ તસવીર શૅર કરતા મલાઇકાએ લખ્યું, જ્યારે તું સાથે હોય તો કોઇપણ ક્ષણ ખરાબ નથી હોતી.
મલાઇકાની આ પોસ્ટ પર ચાહકોની સાથે-સાથે સેલેબ્સ પણ બન્નેની જોડીના વખાણ કરી રહ્યા છે. અર્જુનના કાકા સંજય કપૂરે આ પોસ્ટમાં દિલવાળી ઇમોજી પોસ્ટ કરી છે. તો અર્જુને પણ આ પોસ્ટમાં કોમેન્ટ કરી છે અને લખ્યું છે કે, હું તારી વાત માનું છું.
જણાવવાનું કે મલાઇકા અને અર્જુન ઘણાં સમયથી રિલેશનશિપમાં છે. કેટલાક દિવસો પહેલા ચાહકો સાથેની વાતચીત દરમિયાન અર્જુનને પૂછવામાં આવ્યું હતું કે મલાઇકા સાથે લગ્ન ક્યારે કરી રહ્યો છે? તો અર્જુને જણાવ્યું કે, "જ્યારે હું લગ્ન કરીશ તો બધાને જણાવીશ. લગ્નને લઈને હજી કોઇ પ્લાનિંગ નથી અને જો હું અત્યારે લગ્ન કરવાનું પ્લાન કરું પણ, તો આવા સમયમાં શક્ય નથી. અમે બન્નેએ પણ અત્યાર સુધી લગ્ન વિશે વિચાર્યું નથી. પણ જેમ હું હંમેશાં કહેતો આવ્યો છું કે હું જ્યારે લગ્ન કરીશ તો કહીશ. હું કંઇપણ છુપાવીશ નહીં, પણ બધાને કહીને લગ્ન કરશું."
View this post on Instagram
આ સિવાય અર્જુનના ચાહકોએ પૂછ્યું હતું કે મલાઇકા અન્ય લોકોથી જુદી કેવી રીતે છે, તેની માટે. આ અંગે અભિનેતાએ જવાબ આપ્યો હતો કે, તમે જ્યારે કોઇક વ્યક્તિને પ્રેમ કરો છો તો આ સવાલનો જવાબ એટલા માટે મુશ્કેલ થઈ જાય છે કારણકે ફક્ત એક જ વસ્તુ તેમને અન્યથી અલગ નથી કરતી. પણ અનેક વાતો હોય છે. મને લાગે છે કે મલાઇકા મને સમજે અને તે મારી સાથે ઘણી ધીરજ રાખે છે. હું એક એવો વ્યક્તિ છું જેની સાથે રહેવું ખૂબ જ મુશ્કેલીભર્યું હોઇ શકે છે. હું એકદમ આરામથી નથી રહી શકતો. એવામાં મલાઇકાનું ધીરજ રાખવું તે પણ મારી સાથે, મારી માટે મોટી વાત છે.
પોતાની ગર્લ્સ-ગૅન્ગમાં કરિશ્માને મિસ કરી રહી છે કરીના કપૂર ખાન
10th January, 2021 17:16 ISTઅર્જુન કપૂર માટે ટેસ્ટી ફૂડ બનાવ્યું મલાઇકાએ
4th January, 2021 18:16 ISTMalaika Arora: જુઓ 'હેપ્પી સંડે' કહીને મલાઇકાએ શેર કર્યા સિઝલિંગ પૂલ ફોટોઝ
3rd January, 2021 19:17 ISTCelebs New Year Holiday Pics: આ સેલિબ્રિટી કપલ્સ રવાના થયા ન્યૂ-યરની પાર્ટી કરવા
30th December, 2020 14:59 IST