મલાઇકા અરોરાને આવ્યો ગુસ્સો, જ્યારે ફૂલ વેંચનારે કહ્યું, 'અરબાઝ તરફથી ગજરો લઈ લો'

Published: Dec 01, 2019, 19:43 IST | Mumbai Desk

મલાઇકા અરોરા લગભગ રોજ જિમના લૂકમાં દેખાય છે. તેને મોટા ભાગે તે જ સ્થળે જોવામાં આવે છે, જ્યાં તે પોતાના ફિટનેસ સેશન માટે જતી હોય છે

ફિલ્મ અભિનેત્રી મલાઇકા અરોરા તાજેતરમાં જ બહેન અમૃતા અરોરા, અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિયડ્સ અને આકાંશા રંજન કપૂર સાથે પોતાના ફિટનેસ સેશનમાંથી બહાર આવતી જોવા મળી હતી. એક ફૂલ વિક્રેતાએ મલાઇકાને અરબાઝ ખાન તરફથી કહીને ફુલોનો ગજરો વેચવાનો પ્રયત્ન કર્યો, આા પર મલાઇકા અરોરાને ગુસ્સો આવી ગયો. મલાઇકા અરોરા લગભગ રોજ જિમના લૂકમાં દેખાય છે. તેને મોટા ભાગે તે જ સ્થળે જોવામાં આવે છે, જ્યાં તે પોતાના ફિટનેસ સેશન માટે જતી હોય છે અને કેટલાક ચાહકો તેની ત્યાં રાહ પણ જોતાં હોય છે જેથી તે લોકો મલાઇકાને મળી શકે અને તેની સાથે સેલ્ફી લઈ શકે.

હંમેશાંની જેમ પોતાના ફિટનેસ સેશનમાંથી નીકળ્યા પછી મલાઇકા ફરી એક વાર ફોટોગ્રાફર્સ માટે પૉઝ આપી રહી હતી. જો કે, આ વખતે તેનો સામનો એક ફૂલ વેચનાર સાથે થયો અને તેણે અરબાઝ ખાનનુંનામ લઈને મલાઇકાને ફૂલ વેચવાનો પ્રયત્ન કર્યો. ઇન્ટરનેટ પર વાયરલ થતાં આ એક વીડિયોમાં એક ફૂલ વિક્રેતા અરબાઝ ખાનના નામથી મલાઇકાને ફૂલ વેંચતી જોઇ શકાય છે.

વીડિયોમાં મલાઇકા અરોરા, તેની બહેની અમૃતા અરોરા, અર્જુન રામપાલની પ્રેમિકા ગૈબ્રિએલા ડેમેટ્રિયડ્સ અને આલિયા ભટ્ટની બેસ્ટી આકાંશા રંજન કપૂીર સાથે ફિટનેસ સેન્ટરમાંથી બહાર નીકળતી જોવા મળે છે. જેવા તે એક-એક કરીને ગેટમાંથી બહાર નીકળે છે એક ફૂલ વેચવાવાળી ગજરા વેચવા માટે આગળ આવે છે.

આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

મલાઇકા પહેલા વિનમ્રતાથી મહિલાની સામે સ્માઇલ કરે છે કારણકે તે મલાઇકાને ગજરા ખરીદવાની જિદ કરે છે. જો કે જ્યારે મલાઇકા કારમાં બેસે છે, તો મહિલા તેનો પીછો કરે છે અને તેને એ કહેતી ગજરો વેચવાનો પ્રયત્ન કરે છે, "અરબાઝ જી કી તરફ સે લે લો" આના પછી મલાઇકાને ગુસ્સે થતાં અને થોડી ચીડાતાં જોઈ શકાય છે. મલાઇકા અરોરા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા અને મે 2017માં ડિવોર્સ લઈ લીધા. બન્નેનો એક દીકરો છે અરહાન ખાન.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK