અર્જુન કપૂરના આ ફોટો પર મલાઈકાએ કહ્યું- આટલા સીરિયસ કેમ છો?

Published: Oct 06, 2019, 11:27 IST | મુંબઈ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધો કોઈનાથી છુપા નથી. તેઓ એકબીજાની ફેસબુક પોસ્ટ પર પણ કમેન્ટ કરી રહ્યા છે.

મલાઈકા અને અર્જુન
મલાઈકા અને અર્જુન

બોલીવુડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અનેક વાર બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવે છે. તેઓ એકબીજાના ફોટો પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા નજર આવે છે. હાલમાં જ અર્જુન કપૂરે મલાઈકાના એક ગ્લેમરસ ફોટો પર કમેન્ટ કરી હતી, જે બાદ હવે મલાઈકાએ અર્જુનના ફોટો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

થયું એવું છે કે, અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો અપલોડ કરી છે, જે તેમના તૈયાર થવાના સમયની છે. તસવીરોમાં જોવા મળે છે કે તૈયાર થતા સમયે તેમને કોઈ બૉ પહેરાવી રહ્યું છે, આ વખતે તેઓ એક્સપ્રેશન વગર જોવા મળી રહ્યા છે. આ તસવીરો પર મલાઈકાએ કમેન્ટ કરી છે અને પુછ્યું છે કે, 'આટલા સીરિયસ કેમ છો?'

arjunહવે મલાઈકા અરોરાના કમેન્ટ બાદ આ તસવીર વધુ વાયરલ થઈ રહી છે, આ પહેલા અર્જુન કપૂરે મલાઈકાની એ ફોટો પર આગવાળી ઈમોજી કમેન્ટ કરી હતી, જેમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. સાથે જ આ તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી, જેમાં મલાઈકાએ ડીપ નેક વ્હાઈટ ગાઉન પહેરી રાખ્યું હતું. આ તસવીરમાં અનેક લોકો વખાણ કર્યા હતા.


કપલ અનેક વાર એકસાથે વેકેશન પર જઈ ચુક્યા છે અને તેમના વેકેશનની તસવીરો સામે આવતી રહી હતી. બંનેએ રિલેશનશિપની વાતને સ્વીકાર કર્યો છે, પરંતુ અત્યાર સુધી લગ્ન સુધી બંનેએ કાંઈ કન્ફર્મ નથી કર્યું. જો અર્જુન કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ આશુતોષ ગોવારિકર નિર્દેશિત ફિલ્મ પાનીપતમાં નજર આવશે, જે ઇતિહાસ પર આધારિત છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ 'સ્માર્ટ ફોન્સ' વગર આવી રીતે પસાર થતી હતી રજાઓ...

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK