આ સ્પેશિયલ પાર્ટીમાં સ્પૉટ થયા અર્જુન કપૂર અને મલાઇકા અરોરા, જુઓ તસવીરો

Published: Aug 18, 2019, 14:51 IST | મુંબઈ ડેસ્ક

બોલીવુડના અનેક સ્ટાર્સ પણ રિતેશ સિધવાનીની પાર્ટીમાં પહોંચ્યા હતા.

અર્જુન કપૂર, મલાઇકા અરોરા
અર્જુન કપૂર, મલાઇકા અરોરા

બોલીવુડના લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા તાજેતરમાં જ પ્રૉડ્યૂસર રિતેશ સિધવાનીની બર્થડે પાર્ટીમાં સામેલ થવા પહોંચ્યા હતા. આ સિવાય કેટલાય બોલીવુડ સ્ટાર્સ પણ ત્યાં હાજર હતા.

બોલીવુડના સૌથી ચર્ચિત કપલ મલાઇકા અરોરા અને અર્જુન કપૂરને ફરી એકવાર સાથે સ્પૉટ કરવામાં આવ્યા. આ જોડીને બોલીવુડના જાણીતા પ્રૉડ્યુસર રિતેશ સિધવાનીના બાન્દ્રામાં આવેલા ઘરની બહાર સ્પૉટ કરવામાં આવ્યા જ્યાં તે પાર્ટીમાં સામેલ થવા પહોંચ્યા હતા. તેમની સાથે બોલીવુડના અનેક સ્ટાર્સ પણ રિતેશ સિધવાનીની પાર્ટીમાં પહોંચ્યા હતા.

Malaika Arora

ઘણાં મહિનાઓ સુધી પોતાના રિલેશનશિપ વિશે મૌન રહ્યા પછી અર્જુન કપૂર અને મલાઇકા પોતાના રિલેશનને સ્વીકારી ચૂક્યા છે. જણાવીએ કે વેકેશન્સ દરમિયાન બન્નેએ પોતાના રિલેશનની વાત બધાની સામે સ્વીકારી. તાજેતરમાં જ ચર્ચા એ પણ હતી કે બન્ને ટૂંક સમયમાં જ લગ્ન બંધનમાં પણ બંધાવાના છે પણ આ બાબતે કોઇ જ ખુલાસો નથી થયો.

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા આ પાર્ટીમાં ખૂબ જ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા. જ્યાં મલાઇકાએ સફેદ બ્રોડ નેક ટૉપ સાથે વાળ બાંધીને રાખ્યા હતા, તો અર્જુન કપૂરે બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું.

Party

પ્રૉડ્યુસર રિતેશ સિધવાનીની પાર્ટીમાં મલાઇકા અને અર્જુન સિવાય બોલીવુડના જાણીતા સિંગર કનિકા કપૂર, અભિનેતા ડિનો મોરિયા અને અમૃતા અરોરા પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

વર્કફ્રંટની વાત કરીએ તો અર્જુન કપૂર ટૂંક સમયમાં જ આષુતોશ ગ્વારિકરની ફિલ્મ પાનીપતમાં દેખાશે. તાજેતરમાં જ અર્જુને આ ફિલ્મની શૂટિંગ પણ પૂરી કરી લીધી છે. અર્જુન કપૂરની સાથે આ ફિલ્મમાં કૃતિ સેનન અને સંજય દત્ત પણ મુખ્ય પાત્રોમાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK