સલમાનની હિરોઈન ભાગ્યશ્રીનું ફિલ્મમાં કમબેક, આ એક્ટર સાથે આવશે નજર

Published: May 14, 2020, 15:18 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

એક્ટ્રેસ ભાગ્યશ્રીના ફૅન્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે, તેઓ ફરીથી ફિલ્મમાં જોવા મળશે.

ભાગ્યશ્રી
ભાગ્યશ્રી

એક્ટ્રેસ ભાગ્યશ્રીએ વર્ષ 1989માં મૈંને પ્યાર કિયાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં એમની સાથે સલમાન ખાન જોવા મળ્યા હતા. આ ફિલ્મને ઘણી સફળતા મળી. એક્ટ્રેસ ભાગ્યશ્રી રાતો-રાત સ્ટાર બની ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ જ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર જતી રહી.

એક્ટ્રેસ ભાગ્યશ્રીના ફૅન્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે, તેઓ ફરીથી ફિલ્મમાં જોવા મળશે. મળેલી માહિતી અનુસાર ભાગ્યશ્રીએ જણાવ્યું કે હું સ્ક્રિપ્ટ વાંચી રહી છું અને ફરીથી ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કરી રહું છું. આ ફિલ્મમાં તે બાહુબલી એક્ટર પ્રભાસ સાથે નજર આવવાની છે.

 
 
 
View this post on Instagram

I think it's her love that makes me look like this. ❤ #lockdownphotography 📷 @avantikadassani #daughterlove #lovethelook #photography #talent

A post shared by Bhagyashree (@bhagyashree.online) onMay 6, 2020 at 7:03am PDT

એમણે જણાવ્યું કે આ ફિલ્મ માટે ભાગ્યશ્રી જુદી-જુદી સ્કિલ્સ શીખી રહી છે. લૉકડાઉન થવા પહેલા ફિલ્મની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ હતી. હાલ ફિલ્મનું નામ જાહેર નથી કર્યું. તેણે કહ્યું કે આ ખૂબ જ મનોરંજક પાત્ર છે.

જણાવી દઈએ કે વર્ષ 1990માં મૈંને પ્યાર કિયાની સફળતા બાદ એમણે બિઝનેસમેન હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા. હિમાલય અને ભાગ્યશ્રીએ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ ફિલ્મો ફ્લૉપ જવાથી ભાગ્યશ્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગઈ.

ભાગ્યશ્રી બે બાળકોની માતા છે. એમને એક દીકરો અને એક દીકરી છે. ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દાસાની બૉલીવુડમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. એમણે વર્ષ 2018માં મર્દ કો દર્દ નહીં હોતાથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 2018માં ટૉરન્ટો ફિલ્મ સમારોહમાં દેખાડ્યા બાદ માર્ચ 2019માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

અભિમન્યુ દાસાની આગામી શિલ્પા શેટ્ટી સાથે નિકમ્મા ફિલ્મમાં નજર આવવના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK