અજયે ભારતીય ફુટબૉલના સુવર્ણકાળને દેખાડતા મૈદાનનું પોસ્ટર શૅર કર્યું

Published: Jan 31, 2020, 12:08 IST | Mumbai

અજય દેવગને ‘મૈદાન’નું લુક શૅર કરતાં દેખાડ્યો ભારતીય ફુટબૉલના સુવર્ણકાળને.

અજય દેવગન
અજય દેવગન

અજય દેવગને ‘મૈદાન’નું લુક શૅર કરતાં દેખાડ્યો ભારતીય ફુટબૉલના સુવર્ણકાળને. આ ફિલ્મમાં તે કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં જોવા મળશે.

 

 

ફિલ્મમાં ૧૯૫૦ના ઇન્ડિયન ફુટબૉલના દાયકાને દેખાડવામાં આવશે. ફિલ્મમાં પ્રિયમણી પણ જોવા મળશે. આ વર્ષે ૨૭ નવેમ્બરે આ ફિલ્મ હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થવાની છે. ફિલ્મને ઝી સ્ટુડિયોઝ અને બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે.

આ પણ વાંચો : RRR માટે શૂટિંગ કરતો અજય દેવગન

ફિલ્મનાં બે પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી કે ‘આ સ્ટોરી છે ઇન્ડિયન ફુટબૉલના સુવર્ણકાળની અને એના સૌથી દિગ્ગજ અને સફળ કોચની. પરિવર્તન લાવવા માટે એક વ્યક્તિ એકલી પણ પૂરતી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK