...તો નાગિન 4માં શલાકા તરીકે માહિરા શર્મા હોત!

Published: Mar 20, 2020, 15:05 IST | Gujarati Mid-day Correspondent | Ahmedabad

તાજેતરમાં કલર્સના શો ‘નાગિન 4’માં શલાકા તરીકે રશ્મિ દેસાઈની એન્ટ્રી થઈ છે. જોકે આ રોલ માટે માહિરા શર્મા પહેલી પસંદ હતી

માહિરા શર્મા
માહિરા શર્મા

કલર્સ ટીવીના જાણીતા ફૅન્ટસી થ્રિલર શો ‘નાગિન’ની ચોથી સીઝનમાં શલાકાનું પાત્ર એન્ટર થયું છે ત્યારથી સ્ટોરીમાં રસપ્રદ વળાંક આવ્યો છે. વિવાદાસ્પદ રિયલિટી શો ‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનથી ચર્ચામાં આવેલી રશ્મિ દેસાઈ ‘નાગિન 4’માં શલાકાનું પાત્ર ભજવી રહી છે. હાલમાં આ શોમાં બ્રિન્દા (નિયા શર્મા) અને શલાકા (રશ્મિ દેસાઈ) વચ્ચે દેવ(વિજયેન્દ્ર કુમેરિયા)ને લઈને જંગ ખેલાઈ રહ્યો છે. અગાઉના પાત્ર નયનતારાની જેમ જ શલાકાનો હેતુ પણ બ્રિન્દાને દેવથી અલગ કરવાનો છે.

માન્યતા (સાયંતની ઘોષ) અને નયનતારા (જાસ્મિન ભસીન)નાં પાત્રો સમાપ્ત થઈ ગયા બાદ શલાકાનું પાત્ર જ શોમાં ટ્વિસ્ટ લાવવાનું છે. જોકે આ મહત્વનું પાત્ર અગાઉ માહિરા શર્માને ઑફર થયું હતું, પણ તે ડેઇલી શૉપ કરવા માગતી નહોતી એટલે શલાકાનું પાત્ર ભજવવાની ના પાડી. રશ્મિ દેસાઈ સાથે જ ‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનમાં જોવા મળેલી માહિરા ‘કુંડલી ભાગ્ય’ તેમ જ ‘નાગિન 3’માં પણ કામ કરી ચૂકી છે. માહિરા હાલમાં મ્યુઝિક વિડિયો તરફ વળી છે અને ફિલ્મોમાં કામ કરવાની રાહમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK