Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડમાં આવવા થનગની રહી છે વધુ એક પાકિસ્તાની ઍક્ટ્રેસ

બૉલીવુડમાં આવવા થનગની રહી છે વધુ એક પાકિસ્તાની ઍક્ટ્રેસ

28 September, 2012 06:17 AM IST |

બૉલીવુડમાં આવવા થનગની રહી છે વધુ એક પાકિસ્તાની ઍક્ટ્રેસ

બૉલીવુડમાં આવવા થનગની રહી છે વધુ એક પાકિસ્તાની ઍક્ટ્રેસ




બૉલીવુડમાં વધુ એક પાકિસ્તાની બ્યુટીનું આગમન થાય એવી સંભાવનાઓ છે. પાકિસ્તાનની ખૂબ ફેમસ એવી વિડિયો-જૉકી અને ઍક્ટ્રેસ મથિરા ખાન હાલમાં મુંબઈમાં છે. નવોદિત ડિરેક્ટર પ્રેરણા વાધવાનની રોમૅન્ટિક ફિલ્મમાં નીલ નીતિન મુકેશ સામે તેને લેવાની વાતો ચાલી રહી છે.

પાકિસ્તાનમાં લેટ-નાઇટ

ચૅટ-શો હોસ્ટ કરનારી તે પહેલી મહિલા છે. મથિરા કહે છે, ‘કૅમેરાને ફેસ કરવાનું મારા માટે કંઈ નવું નથી. એટલે અત્યારે તો હું કૉન્ફિડન્ટ છું અને મને મારા ચાન્સિસ ફિફ્ટી-ફિફ્ટી પર્સન્ટ લાગે છે.’

હાલમાં તે ફિલ્મ-પ્રોડ્યુસર સાથે વાતચીત કરી રહી છે અને આવતા વીક સુધી હજી મુંબઈમાં જ રહેવાની છે. એક શક્યતા એવી પણ ચર્ચાય છે કે મથિરા કદાચ રિયલિટી શો ‘બિગ બૉસ’માં પણ જોવા મળી શકે.

હેમા માલિની અને માધુરી દીક્ષિતની મથિરા જબરી ફૅન છે અને પાકિસ્તાની કલાકારોના બૉલીવુડમાં આવવા વિશે તે કહે છે, ‘ટૅલન્ટ ચારે તરફથી આવી શકે છે, માત્ર પાકિસ્તાનથી જ નહીં. અહીં યુરોપિયન કલાકારો પણ કામ કરે જ છેને? એક દાયકા પહેલાં આવું નહોતું. મારા મતે આ હેલ્ધી ટ્રેન્ડ છે અને એમાં કંઈ ખોટું નથી.’

શું તે પણ પાકિસ્તાની ઍક્ટ્રેસ વીના મલિકને પગલે ચાલવાની છે? એવો સવાલ પૂછતાં મથિરા કહે છે, ‘લોકોએ પોતે જેમાં માહેર હોય એવું જ કામ કરવું જોઈએ. વલ્ગર અને સેક્સી વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે.’


આ અગાઉ અન્ય એક અભિનેત્રીને પણ લાગ્યો બોલીવુડમાં ચમકવાનો ચસકો



પાકિસ્તાની સુપરમૉડલને લાગ્યો બૉલીવુડમાં ચમકવાનો ચસકો

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2012 06:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK