બધાઈ હો! જય ભાનુશાળી અને માહી વિજના ઘરે આવી નન્હી પરી

Published: Aug 21, 2019, 14:20 IST | મુંબઈ

માહી વીજ અને જય ભાનુશાળીના ઘરે નાનકડી પરીનું આગમન થયું છે. જેનાથી બંને ખૂબ જ ખુશ છે.

જય ભાનુશાળી અને માહી વિજના ઘરે આવી નન્હી પરી
જય ભાનુશાળી અને માહી વિજના ઘરે આવી નન્હી પરી

એક્ટર જય ભાનુશાળીની પત્ની માહી વિજે હાલમાં જ એક નાનાકડી પરીને જન્મ આપ્યો છે. જેના પર ખુશી વ્યક્ત કરતા જયે એક ખૂબસૂરત પોસ્ટ શેર કરી છે જેમા તેમની દીકરીના પગ નજર આવી રહ્યા છે.

જય ભાનુશાળીએ પોતાના ઑફીશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી તસ્વીર શેર કરતા લખ્યું છે કે ભવિષ્ય હવે આવ્યું છે, એકદમ નવું બાળક રમવા માટે આવી ગયું છે. 10 નાની નાની હાથની આંગળીઓ, 10 પગની આંગળીઓ, મા જેવી આંખો અને પાપા જેવું નાક. આભાર પ્રિન્સેસ અમને માતા-પિતા તરીકે પસંદ કરવા બદલ. આ એક છોકરી છે. તસવીરમાં જોવા મળી રહ્યું છે કે જય પોતાની દીકરીના પગ ચુમી રહ્યો છે.


તસવીરને જેવી શેર કરવામાં આવી કે ટીવી અને ફિલ્મ જગતની હસ્તીઓ જેવી કે ગૌહર ખાન, કુશલ ટંડન, આમિર અલી, દેવોલીના, પરિતોષ ત્રિપાઠી અને માસ્ટર મર્સીએ જય અને માહીને શુભેચ્છાઓ આપવાની શરૂ કરી દીધી છે. આ બાદ પહેલી વાર માં બનેલી માહીએ પણ પોતાની તસવીર શેર કરતા એક કવિતાના માધ્યમથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.


તમને જણાવી દઈએ કે જય અને માહીએ પોતાને કેરટેકરના બે બાળકો ખુશી અને રાજવીરને દતક લીધા છે. જેમની સાથેની તસવીરો તેઓ શેર કરતા રહે છે.

આ પણ જુઓઃ પ્રેમના રંગે રંગાઈ સિંગર ઐશ્વર્યા મજમુદાર, આ ફોટોઝ છે સાબિતી

લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ માહી અને જયે 2011માં લગ્ન કર્યા હતા. તેઓ નચ બલિયે સહિતના શોઝમાં એકસાથે જોવા મળ્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK