Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૉન એબ્રાહમ કરતાં તેનો બેસ્ટ ફ્રેન્ડ ધોની વધુ સારી રીતે ચલાવે છે બાઇક

જૉન એબ્રાહમ કરતાં તેનો બેસ્ટ ફ્રેન્ડ ધોની વધુ સારી રીતે ચલાવે છે બાઇક

07 November, 2012 06:08 AM IST |

જૉન એબ્રાહમ કરતાં તેનો બેસ્ટ ફ્રેન્ડ ધોની વધુ સારી રીતે ચલાવે છે બાઇક

જૉન એબ્રાહમ કરતાં તેનો બેસ્ટ ફ્રેન્ડ ધોની વધુ સારી રીતે ચલાવે છે બાઇક






મિત્રોમાં માહી તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ-ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને જૉન એબ્રાહમ વચ્ચે બહુ સારી મિત્રતા છે અને બન્નેને બાઇક માટે ઘણો લગાવ છે. જોકે જૉનને લાગે છે કે માહી તેના કરતાં વધુ સારી રીતે બાઇક ચલાવે છે.


હાલમાં એક ટેલિવિઝન-શોના પ્રમોશન માટે આવેલા જૉને તાજેતરમાં સચિન તેન્ડુલકરને વટાવીને આ વર્ષના સૌથી પૈસાદાર ક્રિકેટર જાહેર થયેલા તેના ખાસ મિત્ર ધોની સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મને અને માહીને બાઇક ચલાવવાનો ભારે શોખ છે, પણ મારે એ વાત માનવી પડશે કે માહી મારા કરતાં વધુ સારી રીતે બાઇક ચલાવે છે. ક્રિકેટની દુનિયા હોય કે બૉલીવુડ, માહી મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હું તેનો બહુ આદર કરું છું. અમારી મિત્રતામાં બાઇક પ્રત્યેના લગાવનો બહુ મોટો ફાળો છે. જ્યારે પણ માહી મુંબઈમાં હોય છે ત્યારે અમે પોતપોતાની બાઇક પર સાથે મોટો રાઉન્ડ મારવા માટે નીકળી પડીએ છીએ. અમારી વચ્ચે આ મામલામાં કોઈ સ્પર્ધા નથી, પણ મારે સ્વીકારવું પડશે કે તે મારા કરતાં વધુ સારી રીતે બાઇક ચલાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2012 06:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK