નવજાત દિકરી સાથે માહી વીજ અને જય ભાનુશાળીએ મનાવી દિવાળી, શેર કર્યા ફોટોસ

Published: Oct 29, 2019, 12:29 IST | મુંબઈ

માહી વિજ અને જય ભાનુશાળીએ પોતાની નવજાત દિકરી સાથે દિવાળીની ઉજવણી કરી. જેની તસવીરો માહીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

જય અને માહી બાળકો સાથે
જય અને માહી બાળકો સાથે

ટીવીના સ્વીટ કપલમાંથી એક જય ભાનુશાળી અને માહી વીજ માટે આ દિવાળી ખાસ હતી. કારણ કે તેમની દિકરી તારાની આ પહેલી દિવાળી હતી. દિકરી સાથે પહેલી દિવાળીની ઉજવણી કરતા સમયે બંને ખૂબ જ ખુશ અને ઉત્સાહમાં નજર આવ્યા. બંનેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફેમિલી ફોટો શેર કરી છે.

માહી અને જયને છે ત્રણ બાળકો
જય અને માહીની આ ફેમિલી પિક્ચરમાં તમને તેમના ત્રણ બાળકો જોવા મળી રહ્યા છે. તેઓ પોતાના બાળકો સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. માહી અને જયે એક દિકરો અને એક દિકરી દતક લીધેલા છે. ત્રણેય બાળકોને આ કપલ ખૂબ જ લાડથી રાખે છે.


માહીએ ફોટો શેર કરતા લખ્યું કે દરેક પરિવારની એક વાર્તા હોય છે. અમારી વાર્તામાં તમારું સ્વાગત છે. જય અને તેના પુત્રએ એકસરખા કપડા પહેર્યા છે. જ્યારે માહી અને તેની મોટી દિકરી એક જેવા લહેંગા ચોલીમાં નજર આવી રહ્યા છે. તસવીરમાં ભાનુશાળી પરિવાર ખૂબ જ ખુશ લાગી રહ્યો છે.

આ પણ જુઓઃ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં અંબાણી અને ઠાકરે પરિવારે આપી હાજરી, જુઓ તસવીરો

જય અને માહીના લગ્ન 2011માં થયા હતા. બંને ચુપચાપ લગ્ન કર્યા હતા. માહી વિજ સીરિયલ લાગી તુજસે લગનમાં નજર આવી હતી. જેનાથી તે ખૂબ જ ફેમસ થઈ હતી. તો જય પણ અનેક ટીવી સીરિયલમાં કામ કરી ચુક્યા છે. તે રિઆલિટી શો પણ હોસ્ટ કરી ચુક્યા છે. માહી વિજે 21 ઑગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. બંને નાનકડી પરીના આગમનને લઈને ખૂબ જ ખુશ હતા. હાલ તો બંને બાળકો સાથે સમય પસાર કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK