Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહેશ માંજરેકર બનશે વ્યંડળ

મહેશ માંજરેકર બનશે વ્યંડળ

04 July, 2012 06:17 AM IST |

મહેશ માંજરેકર બનશે વ્યંડળ

 મહેશ માંજરેકર બનશે વ્યંડળ


mahesh-manjerakarવ્યંડળના ગેટ-અપ સાથે તૈયાર થયેલા મહેશ માંજરેકર પોતાના આ રોલ વિશે વાત કરતાં કહે છે, ‘મારા માટે રોલ એ રોલ છે અને હું ગમે એ પાત્રને દિલ દઈને ભજવવામાં માનું છું. ઍક્ટિંગ પ્રત્યે હંમેશાં મારો આ જ અભિગમ રહ્યો છે. જોકે હાલના તબક્કે હું તમને આ રોલ વિશે વધારે માહિતી નહીં આપી શકું કારણ કે મેં જે કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો છે એમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી મેકર્સ મને પરવાનગી ન આપે ત્યાં સુધી મારે મારા રોલ વિશે કંઈ પણ નથી કહેવાનું.’

ફિલ્મમાં તેના સહકલાકાર તરીકે કામ કરતા દલીપ તાહિલ આ ફિલ્મ વિશે વધારે માહિતી આપતાં કહે છે, ‘ફિલ્મમાં હું એક પરિણીત વ્યક્તિ છું જેનું પ્રેમપ્રકરણ વ્યંડળનો રોલ કરતા મહેશ સાથે સર્જાઈ જાય છે. વ્યંડળોનું કોઈ સ્ટેટસ નથી હોતું. તેમનું વારંવાર અપમાન કરવામાં આવે છે. મને લાગે છે કે સમાજે તેમને ગૌરવ સાથે જીવન જીવવાની તક આપવી જોઈએ. તેમની સાથે સહાનુભૂતિભર્યું વર્તન કરવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2012 06:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK