પસ્તાવા વગર જીવન વિતાવવું ખૂબ અગત્યનું છે : મહેશ માંજરેકર

Published: 17th February, 2020 12:05 IST | Mumbai

મહેશ માંજરેકરનું માનવું છે કે લાઇફમાં પસ્તાવા વગર જીવવું મહત્વનું છે.

મહેશ માંજરેકર
મહેશ માંજરેકર

મહેશ માંજરેકરનું માનવું છે કે લાઇફમાં પસ્તાવા વગર જીવવું મહત્વનું છે. વેબ-શો ‘પવન ઍન્ડ પૂજા’માં મહેશ માંજરેકર અને દીપ્તિ નવલ જોવા મળશે. શોમાં પવન કાલરાનાં પાત્રમાં મહેશ માંજરેકર જોવા મળશે. તેમની વાઇફ પૂજા કાલરાની ભૂમિકા દીપ્તિ નવલે ભજવી છે. ૬૦ની ઉંમરે પહોંચીને તેઓ એક એવી લાઇફ જીવે છે જાણે કે આ અંતિમ ક્ષણ હોય. એ દરમ્યાન તેઓ એક લિસ્ટ બનાવે છે કે કઈ કઈ ઇચ્છાઓ પૂરી કરવાની છે. લાઇફ વિશે પોતાનાં વિચાર જણાવતાં મહેશ માંજરેકરે કહ્યું હતું કે ‘લાઇફને પ્રેમ કરવો એ ખૂબ જરૂરી છે. દરેક ક્ષણને દિલથી માણવી જોઈએ અને પસ્તાવા વગરની લાઇફ જીવવી જોઈએ. જીવન અણધાર્યું છે.

આ પણ વાંચો : ઇરફાન કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે, તે બધા જ જાણતાં હતાં : હોમી અડાજણિયા

મેં જ્યારે આ શોની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે પહેલી વાર મારા ધ્યાનમાં એ વાત આવી કે પવનનું કૅરૅક્ટર મારા જેવુ જ છે. એથી મારા માટે એ કૅરૅક્ટરમાં ઉતરવું ખૂબ સરળ હતું. ભાગ્યે જ તમને એવા પાત્રો ભજવવાની તક મળે છે જે નિર્દોષ અને વાસ્તવિક હોય.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK