Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન સાથે દીકરીના ડેબ્યૂને લઈને મહેશ માંજરેકરે આપ્યું આ નિવેદન

સલમાન ખાન સાથે દીકરીના ડેબ્યૂને લઈને મહેશ માંજરેકરે આપ્યું આ નિવેદન

18 July, 2019 06:32 PM IST | મુંબઈ

સલમાન ખાન સાથે દીકરીના ડેબ્યૂને લઈને મહેશ માંજરેકરે આપ્યું આ નિવેદન

સલમાન ખાન સાથે દીકરીના ડેબ્યૂને લઈને મહેશ માંજરેકરે આપ્યું આ નિવેદન

સલમાન ખાન સાથે દીકરીના ડેબ્યૂને લઈને મહેશ માંજરેકરે આપ્યું આ નિવેદન


સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ને લઈને હાલમાં જ અહેવાલો સામે આવ્યા હતા કે ભાઈજાન, મહેશ માંજરેકરની દીકરી લઈ માંજરેકરને તેમાં લૉન્ચ કરવાના છે. જો કે આ વાતની આધિકારીક પુષ્ટિ નહોતી કરવામાં આવી. જો કે હવે સઈના પિતા એટલે કે મહેશ માંજરેકરે પોતાના એક નિવેદનની સાથે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે તેમની દીકરી સલમાન ખાનની સામે દબંગ 3માં કામ કરી રહી છે.

મહેશે કહ્યું કે, હા એ સાચું છે. સલમાન મારી દીકરીને દબંગ 3માં લૉન્ચ કરી રહ્યો છે. એક મીડિયા હાઉસને આપેલા ઈંટરવ્યૂમાં મહેશે જણાવ્યું કે, ફિલ્મમાં સઈ અને સલમાન વચ્ચે એક લવ સ્ટોરી બતાવવામાં આવશે. સઈ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી અને મને તેમાં કોઈ જ વાંધો નહોતો. મે તેને નથી કહ્યું કે તેણે શું કરવું જોઈએ અને શું નહીં. હું ઈચ્છતો હતો કે ખુદ શીખે. આ ફિલ્મને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે.




આ હોઈ શકે સઈનો રોલ
આ વખતે ફિલ્મમાં ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાનને 18 વર્ષથી પણ ઓછી ઉંમરનો બતાવવામાં આવશે. આ કહાની ત્યારની બતાવવામાં આવશે જ્યારે ચુલબુલ પાંડેને પોલીસની નોકરી નહોતી મળી. માનવામાં આવી રહ્યું છે કે એ દરમિયાન જ સઈ અને સલમાનનો લવ એન્ગલ બતાવવામાં આવશે. અહેવાલો તો ત્યાં સુધી છે કે ફિલ્મમાં બંને પર એક ગીત પણ હોય શકે છે.


 
 
 
View this post on Instagram

Introducing Pramod Khanna . . #Dabangg3 @aslisona @prabhudheva

A post shared by Salman Khan (@beingsalmankhan) onJun 27, 2019 at 5:29am PDT


તમને જણાવી દઈએ કે સલમાનની દબંગ 3 દબંગ સીરિઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ સોનાક્ષી લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. જે આ વખતે પણ રજ્જોની જ ભૂમિકામાં હશે. સાથે જ અરબાઝ ખાન અને સાઉથ સુપર સ્ટાર સુદીપ પણ નજર આવશે. ફિલ્મ 20 ડિસેમ્બરના દિવસે રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 06:32 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK