‘હિચકી’ના ડિરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના વેબ-શોમાં મહેશ માંજરેકર અને દીપ્તિ નવલ જોવા મળશે. ‘પવન ઍન્ડ પૂજા’ શોમાં ત્રણ કપલ્સની સ્ટોરી જોવા મળશે. આ શો ૧૪ ફેબ્રુઆરીથી મૅક્સ પ્લેયર પર શરૂ થવાનો છે. સ્ટોરીમાં અલગ-અલગ ઉંમરના પ્રેમ દેખાડવામાં આવશે. એ વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘હું હંમેશાં નવા-નવા પ્રયોગ કરવામાં માનું છું. મારું માનવું છે કે એનાથી નવું કરવાની અને શીખવાની તક તો મળે છે અને સાથે જ દર્શકોની પસંદગીનું પણ આપણે દેખાડી શકીએ છીએ. ‘પવન ઍન્ડ પૂજા’માં દેખાડવામાં આવશે કે જેમ-જેમ ઉંમર વધે છે એમ પ્રેમમાં કેવા પ્રકારનાં પરિવર્તન આવે છે એ વિચારની સાથે જ આ શોની શરૂઆત થાય છે.’
મહેશ માંજરેકરની પ્રશંસા કરતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘મહેશ ખૂબ જ પીઢ ઍક્ટર છે. તેમણે આપેલા દરેક શૉટમાં એ દેખાઈ આવે છે. જોકે જ્યારે કૅમેરા બંધ થાય તો કોઈને વિશ્વાસ નહીં બેસે કે તેઓ કેટલા રમુજી છે.’
કોને ગૅન્ગસ્ટરના રોલમાં જોવા માગે છે ઇન્ટરનૅશનલ ઍક્શન ડિરેક્ટર ડૉન લી
25th February, 2021 13:20 ISTથપ્પડ મારવા અને અપશબ્દો બોલવાના આરોપમાં મહેશ માંજરેકર વિરુદ્ધ FIR દાખલ
17th January, 2021 14:02 ISTસલમાન ખાન અને આયુષ શર્માની 'અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ'નો ફર્સ્ટ લૂક વાઈરલ, જુઓ
21st December, 2020 18:20 ISTટૅક્સી નંબર 24માં દેખાશે મહેશ માંજરેકર
17th September, 2020 18:47 IST