કંગના રનોટે જણાવ્યું હતું કે મહેશ ભટ્ટે તેના પર એક વખત ચંપલ ફેંક્યું હતું. એવામાં કંગનાની આ વાતને સપોર્ટ કરતાં સોનુ નિગમે જણાવ્યું હતું કે જો તે કહી રહી છે તો આવું કંઈક બન્યું જ હશે. સુશાંતના સુસાઇડ બાદ બૉલીવુડમાં નેપોટિઝમ પર ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દા પર કંગના પોતાની સાથે થયેલા અનુભવોને પણ શૅર કરી રહી છે. મહેશ ભટ્ટવાળી ઘટના સંદર્ભે સોનુ નિગમે કહ્યું હતું કે ‘એવું બની શકે કેટલાક લોકોના વિચાર તેના માટે ખોટા હોઈ શકે છે, તેમની સાથે મારે કોઈ સંબંધ નથી. જોકે મને આવો કોઈ અનુભવ નથી થયો. હું તેમના માટે 25થી 30 વર્ષથી કામ કરી રહ્યો છું. જોકે આવો અનુભવ નથી થયો, પરંતુ જો કંગના કહી રહી હોય કે તેની સાથે આવી કોઈ નિંદનીય ઘટના ઘટી છે તો મને તેની વાત પર ભરોસો છે, કારણ કે લોકો કંઈ એટલા પાગલ નથી હોતા કે તેઓ આવી મનઘડંત સ્ટોરી બનાવે.’
વરૂણ અને નતાશાના લગ્નના વેન્યૂની તસવીર વાઈરલ, 1 દિવસનું છે આટલું ભાડુ
23rd January, 2021 17:50 ISTShahrukh Khanની પુત્રી સુહાના ફ્રેન્ડ સાથે પૂલમાં મસ્તી કરતી આવી નજર, જુઓ
23rd January, 2021 17:05 ISTસિંગર નરેન્દ્ર ચંચલનું ૮૦ વર્ષની ઉંમરે થયું નિધન
23rd January, 2021 16:09 ISTબીએમસીની નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં ગયો સોનુ સૂદ
23rd January, 2021 16:07 IST