Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર પોલીસે પ્રિયંકા ચોપરાને આપી 7 વર્ષની સજાની વોર્નિંગ !

મહારાષ્ટ્ર પોલીસે પ્રિયંકા ચોપરાને આપી 7 વર્ષની સજાની વોર્નિંગ !

11 September, 2019 02:07 PM IST | મુંબઈ

મહારાષ્ટ્ર પોલીસે પ્રિયંકા ચોપરાને આપી 7 વર્ષની સજાની વોર્નિંગ !

મહારાષ્ટ્ર પોલીસે પ્રિયંકા ચોપરાને આપી 7 વર્ષની સજાની વોર્નિંગ !


બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કરી રહી છે. પ્રિયંકા ચોપરાની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક' ઓક્ટોબરમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીજ થઈ ચૂક્યુ છે, જેને દર્શકોએ ખૂબ વખાણ્યું છે. ટ્રેલર રિલીઝ થતા જ તે ટ્વિટર પર વર્લ્ડવાઈડ ટ્રેન્ડિંગમાં છે, પરંતુ ટ્રેલરને કારણએ પ્રિયંકા ચોપરા સામે એક મુશ્કેલી આવી ગઈ છે. ધ સ્કાય ઈઝ પિંકના ટ્રેલરના કારણે મહારાષ્ટ્ર પોલીસે પ્રિયંકા ચોપરાને સાત વર્ષની સજાની વોર્નિંગ આપી છે.




ઘટના એવી છે કે ફિલ્મના ટ્રેલરમાં પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તર સામે ડાયલોગ બોલે છે કે,'એક વાર આયેશા સાજી થઈ જાય પછી સાથે મળીને બેન્ક લૂંટીશું.' પ્રિયંકા ચોપરાના આ જ ડાયલોગનું મીમ શૅર કરીને મહારાષ્ટ્ર પોલીસે ટ્વિટ કર્યું છે અને એક્ટ્રેસને સાત વર્ષની સજાની વોર્નિંગ આપી છે. મહારાષ્ટ્ર પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે,'IPCની કલમ 393 અંતર્ગત 7 વર્ષની સજા અને દંડ' પોલીસે આ ટ્વિટમાં પ્રિયંકા અને ફરહાન અખ્તરને પણ ટેગ કર્યા છે.


તો પ્રિયંકા ચોપરાએ આ ટ્વિટનો જવાબ પણ આપ્યો છે. પ્રિયંકા ચોપરાએ મહારાષ્ટ્ર પોલીસના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું છે,'ઓપ્સ... રંગે હાથ પકડાઈ ગઈ.. લાગ છે પ્લાન બી અપનાવવો પડશે.' પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્વિટમાં ફરહાન અખ્તરને પણ ટેગ કર્યા છે.

આ પણ વાંચોઃ Shikha Talsania: પિતાના પગલે ચાલી રહી છે ટીકુ તલસાણિયાની પુત્રી, જુઓ ફોટોઝ 

પ્રિયંકા ચોપરાની અપકમિંગ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંક એક લવસ્ટોરી છે, જેમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર લીડ રોલમાં છે. જો ફિલ્મમાં દંગલ ગર્લ ઝાયરા વસીમ પ્રિયંકા અને ફરહાનની પુત્રીના રોલમાં છે, જેને ફેફસાની બીમારી હોય છે. આ ઉપરાંત ફિલ્મમાં રોહિત સુરેશ શરાફ પણ છે, જે પ્રિયંકા અને ફરહાનના પુત્રના રોલમાં છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મથી પ્રિયંકા ચોપરા 3 વર્ષ બાદ બોલીવુડમાં કમબેક કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 02:07 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK