Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અન્ય ફિલ્મોની સરખામણીએ મહાભારત બનાવવામાં પાંચગણો વધુ સમય લાગશે : દીપિકા

અન્ય ફિલ્મોની સરખામણીએ મહાભારત બનાવવામાં પાંચગણો વધુ સમય લાગશે : દીપિકા

10 February, 2020 03:10 PM IST | Mumbai Desk
shahin parmar

અન્ય ફિલ્મોની સરખામણીએ મહાભારત બનાવવામાં પાંચગણો વધુ સમય લાગશે : દીપિકા

અન્ય ફિલ્મોની સરખામણીએ મહાભારત બનાવવામાં પાંચગણો વધુ સમય લાગશે : દીપિકા


 દીપિકા પાદુકો‌ણનું માનવું છે કે અન્ય ફિલ્મોની સરખામણીએ ‘મહાભારત’ બનાવવામાં પાંચગણો વધુ સમય લાગશે. દીપિકાની ‘છપાક’ રિલીઝ થયા બાદ તે હવે શકુન બત્રાની ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મને દીપિકાની સાથે મધુ મન્ટેના પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મમાં દ્રૌપદીના પાત્રમાં દીપિકા જોવા મળશે. બિઝી હોવાને કારણે આ ફિલ્મને લઈને નક્કર નિર્ણય નહોતી લઈ શકી એ વિશે જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘હું એવી વ્યક્તિ નથી જે ચર્ચા જગાવવા માટે કોઈ જાહેરાત કરે. હું ‘છપાક’માં બિઝી હતી. મારી પાસે એટલો સમય પણ નહોતો કે હું બેસીને આ ફિલ્મ વિશે ચર્ચા કરી શકું. ફિલ્મના અન્ય કલાકારોની હજી પસંદગી કરવાની બાકી છે.’

આ ફિલ્મ ૨૦૨૧ની દિવાળી દરમ્યાન રિલીઝ થવાની છે. ‘મહાભારત’ને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘અન્ય ફિલ્મોની જેમ ‘મહાભારત’ને નથી બનાવવાના. ફિલ્મનાં પ્રોડક્શન, બજેટથી માંડીને કૉસ્ચ્યુમ્સ વગેરે પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. અન્ય ફિલ્મોની સરખામણીએ એના પર પાંચગણો વધુ સમય લાગવાનો છે. ફિલ્મને લઈને હું કોઈ પણ પ્રકારનું સમાધાન નથી કરવા માગતી. આ મારો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2020 03:10 PM IST | Mumbai Desk | shahin parmar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK