'મહાભારત'માં દ્રૌપદી સિવાય રૂપા ગાંગુલીએ ભજવી હતી આ એક ભૂમિકા

Published: May 30, 2020, 16:22 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

મને હિન્દી ઓછું આવડતું હતું, તેથી હું મારા પાત્રની તૈયારી માટે સૌથી પહેલા સેટ પર પહોંચી જતી.

રૂપા ગાંગુલી
રૂપા ગાંગુલી

'મહાભારત' સીરિયલ હવે દૂરદર્શન પછી કલર્સ ચેનલ પર આવી રહી છે. તેમાં દ્રૌપદીનું પાત્ર ભજવનારી અભિનેત્રી રૂપા ગાંગુલીએ સીરિયલ સાથે જોડાયેલી કેટલીક વાતો યાદ કરતાં જણાવ્યું કે, "મને હિન્દી ઓછું આવડતું હતું, તેથી હું મારા પાત્રની તૈયારી માટે સૌથી પહેલા સેટ પર પહોંચી જતી. રવિ ચોપડાજી સમયના પાબંદ હતા. કોઇ મોડેથી આવે, એ તેમને સહેજ પણ ગમતું નબીં, મને બમણી મહેનત કરવાની હતી, એટલે હું સવારે સાત વાગ્યાના કૉલ ટાઇમ કરતાં બે કલાક વહેલા એટલે કે 5 વાગ્યે જ પહોંચી જતી."

રૂપાએ મહાભારતમાં પોતાના પર ફિલ્માવવામાં આવેલા એક સીન માટે ગીત પણ ગાયું હતું. તેમણે જણાવ્યું કે, "તે એક ગીત હતું નૈનો કે... જે ગીત ગાવાનો અનુભવ જબરજસ્ત હતો. હકીકતે, શૉના મેકર ગીત માટે એક અવાજની શોધમાં હતા. રવિજીએ મને ગાવા માટે પૂછ્યું. મને ખબર હતી કે હું ગીત ગાઈ લઈશ, કારણકે હું બાળપણથી જ ગાતી હતી. મેં રવિજીને કહી રાખ્યું હતું કે જો તમને મારું ગાયેલું ગીત પસંદ ન આવે, તો તમે કોઇ પ્રૉફેશનલ પાસેથી ગવડાવી લેજો. મારું ગાયેલું ગીત બધાંને ખૂબ જ ગમ્યું અને મારા અવાજને જ શૉમાં રાખવામાં આવ્યો."

તેમણે એ પણ જણાવ્યું કે, "જ્યારે શૉ પહેલા ટેલિકાસ્ટ થતો હતો, ત્યારે અમે સાંભળ્યું હતું કે જે સ્ટેશન પર ટીવી લાગેલી હોય, ત્યાં ટ્રેન થોભાવી દેવામાં આવતી, જેથી લોકો 'મહાભારત' જોઈ શકે. ત્યારે અમે શૂટિંગમાં એટલા બધાં વ્યસ્ત હતા કે સીરિયલ જોવાની તક ન મળી. હવે ઘરે બેસીને બધાં એપિસોડ જોઇ શકીએ છીએ.

પહેલા જૂહી ચાવલાને ઑફર થયો હતો આ રોલ
મહાભારતમાં રૂપા ગાંગુલી પહેલા દ્રૌપદીનું મુખ્ય પાત્ર બોલીવુડ સુપરસ્ટાર જૂહી ચાવલાને ઑફર કરવામાં આવ્યો હતો. જો જૂહીએ આ રોલ માટે હા કહી દીધી હોત તો આજે તે આ શૉનો ભાગ હોત. પણ જૂહીએ આ સીરિયલ કરવાની ના પાડી દીધી. હકીકતે, તેમને આમિર ખાનની ફિલ્મ 'કયામત સે કયામત તક'માં કામ કરવાનું હતું. તેથી આ રોલ રૂપા ગાંગુલી પાસે ગયો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK