Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ડાન્સ દીવાને 3ના પ્રોમો માટે ઘરમાં શૂટિંગ કર્યં માધુરીએ

ડાન્સ દીવાને 3ના પ્રોમો માટે ઘરમાં શૂટિંગ કર્યં માધુરીએ

06 May, 2020 09:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાન્સ દીવાને 3ના પ્રોમો માટે ઘરમાં શૂટિંગ કર્યં માધુરીએ

ડાન્સ દીવાને 3ના પ્રોમો માટે ઘરમાં શૂટિંગ કર્યં માધુરીએ


માધુરી દીક્ષિત નેનેએ કલર્સ પર આવતા ડાન્સ-શો ‘ડાન્સ દીવાને 3’ના પ્રોમો માટે તેના ઘરમાં શૂટિંગ કર્યું છે. આ શોની બે સીઝન આવી ગઈ છે અને એ ખૂબ જ પૉપ્યુલર રહી હતી. માધુરી આ શોમાં જજની ભૂમિકામાં છે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન છે અને એથી જ સ્પર્ધકો માટે ઑનલાઇન ઑડિશન રાખવામાં આવ્યું હતું. આ માટે તેમણે વૂટ ઍપ્લિકેશન પર વિડિયો મોકલવાના હતા. આ શોને માધુરીની સાથે શશાંક ખૈતાન અને તુષાર કાલિયા પણ જજ કરી રહ્યા છે. બે દિવસમાં લગભગ એક હજાર એન્ટ્રી આવી હતી અને તેમની સાથે હવે વર્ચ્યુઅલી વાત કરવામાં આવશે. આ વિશે માધુરીએ કહ્યું હતું કે ‘મને ખૂબ જ ગર્વ છે કે અમે ‘ડાન્સ દીવાને’ની ત્રીજી સીઝન લઈને આવ્યાં. એ સાચી વાત છે કે ડાન્સ હંમેશાંથી મારું સ્ટ્રેસ-બસ્ટર રહ્યો છે. ડાન્સને કારણે લોકોનો મૂડ પણ ચેન્જ થાય છે અને એને કારણે લાખો લોકોને આ મુશ્કેલ સમયમાં મોટિવેશન પણ મળશે. જોકે આ લૉકડાઉનથી નિરાશ થવાની જરૂર નથી. તમારે તમારો સ્પિરિટ એકદમ હાઈ રાખવાનો છે. જો તમારામાં ડાન્સનું પૅશન હોય તો તમારા ઘરના કોઈ પણ ખૂણાને પકડો અને અમને એક વિડિયો સેન્ડ કરો. ડાન્સ પ્રત્યે ઇન્ડિયાની દીવાનગી ફરી જોવા માટે હું ખૂબ જ આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2020 09:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK