Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ છે માધુરી દિક્ષિતની ગમતી યાદ, જુઓ તસવીર...

આ છે માધુરી દિક્ષિતની ગમતી યાદ, જુઓ તસવીર...

09 May, 2020 12:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ છે માધુરી દિક્ષિતની ગમતી યાદ, જુઓ તસવીર...

માધુરીએ શેર કરેલી તસવીર

માધુરીએ શેર કરેલી તસવીર


બોલીવુડની ડાન્સિંગ દીવા માધુરી દિક્ષિતે સ્કુલના દિવસોનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને જુની યાદો તાજા કરી છે. આ તસવીર એક ડાન્સ કૉમ્પિટીશનની છે. તસવીરમાં માધુરીની સાથે તેની બહેન પણ છે. બન્ને બહેનો એકદામ સરખી જ દેખાય છે. એટલે બન્નેમાંથી માધુરી કોણ છે એ કહેવું મુશ્કેલ છે.

ઈન્સ્ટાગ્રામના કેપ્શનમાં માધુરીએ લખ્યું હતું કે, આ મરી ગમતી યાદોમાંથી એક છે. અમે હંમેશા શાળાની સ્પર્ધાઓમાં ભાગ લાત હતા. મારા મનગમતા ડાન્સની સાથે બાળપણની યાદો પણ તાજી કરું છું. મને જણાવજો કે તમારા બાળપણની મનગમતી યાદ કઈ છે! અને હા, શું તમે કહી શકો છો બન્નેમાંથી હું કોણ છું?




માધુરીના ફોટો પર કમેન્ટ કરતા ફેન્સે જુદા-જુદા પ્રતિસાદ આપ્યા હતા. કોઈકે કહ્યું કે, તમે પાછળની બાજુ છો. તો કોઈએ કમેન્ટ કરી હતી કે, બન્ને તમે જ છો.


માધુરીને બે બહેનો છે, રૂપા અને ભારતી. તસવીર પરથી કહી ન શકાય કે માધુરીની સથે કઈ બહેન છે. અભિનેત્રીએ બહેનને 'બેસ્ટ ડાન્સ બડી' ગણાવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK