માધુરી દિક્ષીતે ચાહકોને આપી ભેટ, કેન્ડલ સૉન્ગનું ટીઝર કર્યું રિલીઝ

Published: May 15, 2020, 19:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

હીં કેન્ડલનો અર્થ આશાની નવી કિરણ એવો છો. કોરોના વાયરસને કારણે હજારો લોકોના જીવ ગયા છે.

માધુરી દિક્ષીત
માધુરી દિક્ષીત

બોલીવુડની ધકધક ગર્લ માધુરી દિક્ષીતનો આજે 53મો જન્મદિવસ છે. આ અવસરે માધુરીએ પોતાના ચાહકોને રિટર્ન ગિફ્ટ આપી છે. હકીકતે, માધુરીનું એક નવું ગીત રિલીઝ થવાનું છે. જેનું નામ છે 'કેન્ડલ'. પોતાના અવાજમાં માધુરીના આ ગીતનું ટીઝર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરવામાં આવ્યું છે. અહીં કેન્ડલનો અર્થ આશાની નવી કિરણ એવો છો. કોરોના વાયરસને કારણે હજારો લોકોના જીવ ગયા છે. એવામાં માધુરી આ ગીત લઈને આવે છે. કોરોના વૉરિયર્સના સન્માનમાં તેમણે આ ગીત ગાયું છે.

ટીઝરમાં તમે જોઈ શકો છો કે માધુરીની આંખો અને હોઠ દેખાય છે. જેમાં તે ગીતની એક લાઇન ગાતી જોવા મળે છે. ટીઝર શૅર કરતાં માધુરીએ લખ્યું છે કે તમારો બધાંનો આભાર જન્મદિવસે આશીર્વાદ અને પ્રેમ આપવા માટે. હું તમારો આ પ્રેમ વધાવવા માગું છું. મારું એક ગીત રિલીઝ થવાનું છે જેમાં મેં મારો અવાજ આપ્યો છે. આ એક સિંગલ પીસ છે. ગીત ટૂંક સમયમાં જ તમારી સાથે શૅર કરીશ. આ ગીતનું નામ 'કેન્ડલ' છે એટલે કે આશાની નવી કિરણ. આજના સમયમાં આપણને બધાંને આની ખૂબ જ જરૂર છે.

નોંધનીય છે કે માધુરી દિક્ષીત તાજેતરમાં જ કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત જેવા મોટા સિતારા પણ હતા. આ સિવાય જણાવીએ કે માધુરી જ્યારે પોતાના કરિઅરના પીક પર હતી ત્યારે તેમણે શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા અને તે યૂએસ રહેવા લાગ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK