Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડાન્સ કરવામાં ઉંમર વચ્ચે ન આવવી જોઈએ : માધુરી દીક્ષ‌િત

ડાન્સ કરવામાં ઉંમર વચ્ચે ન આવવી જોઈએ : માધુરી દીક્ષ‌િત

29 May, 2019 08:01 AM IST | મુંબઈ

ડાન્સ કરવામાં ઉંમર વચ્ચે ન આવવી જોઈએ : માધુરી દીક્ષ‌િત

આજા નચ લે -  માધુરી દી‌ક્ષ‌િત નેનેએ સોમવારે જુહુમાં આવેલી એક હોટેલમાં તેના નવા શો ‘ડાન્સ દીવાને’ની બીજી સીઝનને લૉન્ચ કરી હતી. આ ઇવેન્ટમાં તે એક ચાહક સાથે ડાન્સ કરતી પણ જોવા મળી હતી. તસવીર : યોગેન શાહ

આજા નચ લે - માધુરી દી‌ક્ષ‌િત નેનેએ સોમવારે જુહુમાં આવેલી એક હોટેલમાં તેના નવા શો ‘ડાન્સ દીવાને’ની બીજી સીઝનને લૉન્ચ કરી હતી. આ ઇવેન્ટમાં તે એક ચાહક સાથે ડાન્સ કરતી પણ જોવા મળી હતી. તસવીર : યોગેન શાહ


માધુરી દીક્ષ‌િત નેનેનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિને ડાન્સમાં ઉંમર વચ્ચે ન આવવી જોઈએ. માધુરી ડાન્સ-શો ‘ડાન્સ દીવાને’ને જજ કરી રહી છે. તેણે ગઈ કાલે જ આ શોની બીજી સીઝનને લૉન્ચ કરી હતી. આ શોમાં જુદી-જુદી ઉંમરના ગ્રુપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શોને કલર્સ ચૅનલ પર પંદર જૂનથી રજૂ કરવામાં આવશે. આ વિશે વધુ જણાવતાં માધુરીએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ઉંમરને કારણે કોઈ વ્યક્તિ ડાન્સ કરવા પર સીમિત થઈ જાય એવું ન હોવું જોઈએ. અન્ય શોમાં બાળકો જ ડાન્સમાં ભાગ લેતાં હતાં અને પેરન્ટ્સ ફક્ત બેસીને જોતા હતા. આ વર્ષે અમે દરેક ઉંમરની વ્યક્તિને લઈને આવી રહ્યા છીએ, કારણ કે અમારી પહેલી સીઝનને કારણે લોકોને ડાન્સ વિશે ઘણી પ્રેરણા મળી છે.’

આ પણ વાંચો : જુઓ એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાના સુંદર અને સેક્સી લૂક્સ



બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતને કદાચ ગુજરાતી આવડતું હોય તેવું લાગે છે. જી આ અમારો તુક્કો નથી ખુદ માધુરી દીક્ષિતે આ વાતનો સંદેશો આપ્યો હતો. માધુરી દીક્ષિતે ટ્વિટ કરીને આ વાતનો ઈશારો કર્યો હતો. બોલીવુડની સદાબહાર અભિનેત્રી માધુરી દીક્ષિતે તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ' જોઈ છે. અને તેના વખાણ પણ કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2019 08:01 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK