પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને પોતે પણ પ્લાસ્ટિક ન બનો : સલમાન ખાન

Published: Sep 07, 2019, 09:34 IST | મુંબઈ

તેની સાથે માધુરી દી​ક્ષિત નેને અને કૅટરિના કૈફે પણ પર્યાવરણને બચાવવા માટે કરી પહેલ

નવી પહેલ : સલમાન ખાન, માધુરી દીક્ષિત નેને અને કૅટરિના કૈફ ગઈ કાલે વિલે પાર્લેમાં આવેલી એક હોટેલમાં આઇફાની પ્રેસ-કૉન્ફરન્સમાં જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટમાં તેમણે પ્લાસ્ટિકથી દૂર રહેવા માટે લોકોની અપીલ કરી હતી. તસવીર : બિપિન કોકાટે
નવી પહેલ : સલમાન ખાન, માધુરી દીક્ષિત નેને અને કૅટરિના કૈફ ગઈ કાલે વિલે પાર્લેમાં આવેલી એક હોટેલમાં આઇફાની પ્રેસ-કૉન્ફરન્સમાં જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટમાં તેમણે પ્લાસ્ટિકથી દૂર રહેવા માટે લોકોની અપીલ કરી હતી. તસવીર : બિપિન કોકાટે

વિશ્વમાં વધતા પ્રદુષણને ધ્યાનમાં રાખતાં સલમાન ખાન, માધુરી દીક્ષિત નેને અને કૅટરિના કૈફે લોકોને અપિલ કરી છે કે જેમ બને એમ પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળવામાં આવે. મુંબઈમાં આ વખતે ૧૭ સપ્ટેમ્બરે વીસમાં ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (IIFA) અવૉર્ડ્સનું આયોજન થવાનું છે. એ નિમીત્તે એક પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. એ કૉન્ફરન્સમાં સલમાન ખાન, માધુરી દિક્ષીત નેને અને કૅટરિના કૈફ હાજર હતી. પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળવાની લોકોને અપિલ કરતાં સલમાને કહ્યું હતું કે ‘પહેલાં આવે છે ગ્રીન એટલે કે વૃક્ષ બચાવો. ત્યાર બાદ પાણી બચાવો અને પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળો. સ્વચ્છ ભારત ફિટ ભારત. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને પોતે પણ પ્લાસ્ટિક ન બનો.’

આવનારી પેઢીને સારુ પર્યાવરણ આપવામાં આવે એ અંગે માધુરીએ કહ્યું હતું કે ‘હું એક માતા છું અને એથી હું દરેક પેરન્ટ્સને કહેવા માગીશ કે આપણે આપણા બાળકો અને તેમના પણ બાળકો માટે કેવું પર્યાવરણ આપવા માગીએ છીએ એ વિશે વિચારવું જરૂરી છે. મને લાગે છે કે આપણે સૌએ જવાબદાર નાગરીક બનવુ જોઈએ. દરેકને નૈતિક જવાબદારી લેવી જોઈએ. આપણને અંદરથી થવું જોઈએ કે આપણે એક આદર્શ નાગરીક બનીશું અને આપણાં પર્યાવરણનાં જતન માટે જરૂરી પગલાં લઈશ. અનુક નાની નાની બાબતો જેવી કે પાણી બચાવવુ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીને આપણે આપણાં પર્યાવરણ માટે ઘણું ખરુ કરી શકીએ છીએ. દરેક વ્યક્તિ આવી નાની નાની વસ્તુઓ પર ધ્યાન રાખીને પ્રદુષણ ફેલાતા અટકાવી શકીએ છીએ.’

ક્લાઇમેટ ચેન્જ પર પોતાનાં વિચાર વ્યક્ત કરતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘ક્લાઇમેટ ચેન્જ એક એવી વસ્તુ છે જેને આપણે રોજબરોજનાં જીવનમાં નથી અનુભવી શકતાં. એથી આપણે પર્યાવરણને બચાવવાની અગત્યતાને સહેલાઈથી ભુલી જઈએ છીએ. મારા મતે સૌથી સરળ બાબત એ છે કે નાના અમથા પરિવર્તન લાવીને જેમ કે સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવે તો આપણાં પ્લેનેટને બચાવવામાં ખાસ્સી મદદ મળી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની પહેલ ખરેખર અદ્ભુત છે અને એને સૌએ સપોર્ટ આપવો જોઈએ. સૌથી સરળ એ છે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાનું ટાળવાનું. સાથે જ એનાં બદલામાં પાણી માટે અન્ય પ્રકારનાં કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવે.’

આ પણ વાંચો : કેટરીનાને સ્ટેજ પરથી જતાં જોઇને સલમાન ખાન બોલી પડ્યો આ..., જુઓ વીડિયો

‘સલ્લુ’માંથી ‘ભાઈજાન’ સુધી પહોંચવામાં ૩૦ વર્ષ લાગ્યાં છે : સલમાન ખાન

સલમાન ખાને જણાવ્યું છે કે તેને ‘સલ્લુ’માંથી ‘ભાઇજાન’ સુધીનો સફર પાર કરવામાં ૩૦ વર્ષ લાગ્યા છે. ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) અવૉર્ડ્સની પ્રેસ કૉન્ફરન્સમાં પોતાની જર્ની વિશે સલમાને કહ્યું હતું કે ‘મને ‘સલ્લુ’ અને ‘સાલે’માંથી ‘ભાઈ’ અને એમાંથી ‘ભાઈજાન’ સુધી પહોંચવામાં ૩૦ વર્ષનો સમય લાગ્યો છે. આ સિદ્ધિ મેળવવામાં મને ઘણો સમય લાગી ગયો છે. હું આ ગ્રોથ અને મારા ફૅન્સથી ખૂબ ખુશ છું. એવુ નથી કે હું પહેલા ખુશ નહોતો, પરંતુ હું હવે મારા ફૅન્સની અપેક્ષાએ ખરા ઉતરવા માટે ટેલિવિઝન અને રિયલ લાઇફમાં સખત મહેનત કરવાનો છું. તેઓ મારી ફિલ્મો જોવા માટે ઘણો ખર્ચ કરે છે. એ પ્રશંસાને પાત્ર છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK