માધુરી દીક્ષીતે ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ'ના કર્યા વખાણ

Published: May 22, 2019, 20:05 IST | મુંબઈ

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષીતને કદાચ ગુજરાતી આવડતું હોય તેવું લાગે છે. જી આ અમારો તુક્કો નથી ખુદ માધુરી દિક્ષીએ આ વાતનો અંદેશો આપ્યો છે.

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષીતને કદાચ ગુજરાતી આવડતું હોય તેવું લાગે છે. જી આ અમારો તુક્કો નથી ખુદ માધુરી દિક્ષીએ આ વાતનો અંદેશો આપ્યો છે. માધુરી દિક્ષીતે ટ્વિટ કરીને આ વાતનો ઈશારો કર્યો છે. બોલીવુડની સદાબહાર અભિનેત્રી માધુરી દિક્ષીતે તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ' જોઈ છે. અને તેના વખાણ પણ કર્યા છે.

 
 
 
View this post on Instagram

The nature around us is no less than a thousand miracles 💚✨

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) onMay 20, 2019 at 5:40am PDT

 

જી હાં, માધુરી દિક્ષીતે ફિલ્મ અંગે ટ્વિટ પણ કર્યું છે. ધક ધક ગર્લ માધુરી દિક્ષીતે ટ્વિટમાં લખ્યું છે,'હમણાં જ ચાલ જીવી લઈએ જોઈ અને મારે કહેવું જોઈએ કે એક સિમ્પલ છતાંય ઈફેક્ટિવ નરેશન સાથે ફિલ્માં સુંદર સ્ટોરી કહેવાઈ છે. ડિરેક્શન, સિનેમેટોગ્રાફી, મ્યુઝિક.... બધું જ ફિલ્મને બાંધી રાખે છે. વિપુલમ મહેતા, સચિન જીગર અને ફિલ્મની આખી ટીમને આ સુંદર કામ માટે અભિનંદન.' માધુરી દિક્ષીતે આ ટ્વિટમાં ગુજરાતી કમ્પોઝર સિંગર જોડી સચિન જીગરને પણ ટેગ કરી છે.

આ રહ્યું ટ્વિટ

 ઉલ્લેખનીય છે કે વિપુલ મહેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ચાલ જીવી લઈએ 1 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. ફિલ્મ સતત 100 દિવસો સુધી થિયેટર્સમાં ચાલી હતી. દર્શકો અને ક્રિટિક્સે પણ ફિલ્મના પેટ ભરીને વખાણ કર્યા હતા. ગુજ્જુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલ સ્ટારર આ ફિલ્મ ઉત્તરાખંડમાં શૂટ થનારી પહેલી ગુજરાતી ફિલ્મ હતી. ફિલ્મમાં બાપ દીકરાના નાજુક સંબંધોની વાત કરાઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK