તૈમૂર અલી ખાન પર ફિલ્મ બનાવવા પર ડાયરેક્ટર મધુર ભંડારકરે આપ્યો આ જવાબ

Published: Apr 18, 2019, 14:16 IST

છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે નિર્દેશક મધુર ભંડારકરે તૈમૂર નામે ટાઇટલ રજિસ્ટર કરાવ્યું છે અને તે કરીના અને સૈફના દીકરા તૈમૂર પર ફિલ્મ બનાવવાના છે.

કરીના કપૂર સાથે તૈમૂર અલી ખાન (ફાઇલ ફોટો)
કરીના કપૂર સાથે તૈમૂર અલી ખાન (ફાઇલ ફોટો)

છેલ્લા ઘણા સમયથી તૈમૂરની ફિલ્મને લઇને ચાલી રહેલી ચર્ચાનો ધી એન્ડ આવી ગયો છે. ફિલ્મ મેકર મધુર ભંડારકરે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમ્યાન તેને તૈમૂરની ફિલ્મ અંગે પુછવામાં આવેલા પ્રશ્નમાં મધુર ભંડારકરે ખુલીને જવાબ આપ્યો હતો.

એક બુક લોન્ચ દરમ્યાન મધુર ભંડારકરે કર્યો ખુલાસો

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર મધુર ભંડારકરે સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમૂર પર ફિલ્મ બનાવવાને લઇને પોતાની વાત સામે મૂકી છે. આ ખબરને તેમણે નકારી દીધી છે. તેમણે કહ્યું કે તે તૈમૂર પર કોઇ ફિલ્મ નથી બનાવતા. આ રિપોર્ટ્સ ખોટાં છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે નિર્દેશક મધુર ભંડારકરે તૈમૂરના નામે ટાઇટલ રજિસ્ટર કરાવ્યું છે અને તે કરીના અને સૈફના દીકરા તૈમૂર પર ફિલ્મ બનાવવાના છે. પણ મધુર ભંડારકર એક બુક લૉન્ચ કાર્યક્રમમાં ગયા હતા જેમાં તેમને આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું આવું કંઇ નહીં નથી.

સોશિયલ મીડિયામાં તૈમુરના ફોટો વધુ વાયરલ થઇ રહ્યા છે

જણાવીએ કે, તૈમૂર અલી ખાનની તસવીરો શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તાજેતરમાં તેની તસવીરો કેમેરામાં લેતાં કેમેરાપર્સનને વેવ કરતો પણ દેખાય છે. સતત તૈમૂરની તસવીરો અને વીડિયો સોશિયલ પર વાયરલ થતા હોય છે. આ જ કારણ છે કે તે પૉપ્યુલર સ્ટારકિડ છે.

Taimur Ali Khan

ઉલ્લેખનીય છે કે તૈમૂર ડિસેમ્બરમાં 2 વર્ષનો થયો ત્યારે હવે તે કરીના કપૂર અને સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તૈમૂર ડેબ્યૂ પહેલા ક્યારેક હૉર્સ રાઇડિંગ, ફુટબૉલ પ્લેઇંગ, બાસ્કેટ બૉલ પ્લેઇંગ તો ક્યારેક માર્કેટમાં પોતાના જેવા દેખાતા ડૉલને કારણે ચર્ચાનો વિષય બની રહે છે. તૈમૂર પર કૉમિક બુક્સ પણ બની તો ક્યારેક માર્કેટમાં તેના બિસ્કીટ્સ પણ વેંચાવા લાગ્યા. આ બધાં કારણોને લીધે સતત ચર્ચામાં રહેતો તૈમૂર હવે ફિલ્મજગતમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. મિડડેની એક રિપોર્ટ પ્રમાણે તૈમૂર મોમ કરીના સાથે ટૂંક સમયમાં જ એક ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો : Kalank box office collection:પહેલા દિવસે આટલી કરી કમાણી

થોડાંક સમય પહેલા જ કરીના કપૂર ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેને લઇને તે ફરી પ્રેગ્નેન્ટ હોવાની વાત ફેલાઇ રહી હતી. જોકે પછીથી ખબર પડી કે તેની આગામી ફિલ્મના એક સીનની ડિમાન્ડ માટે તે પ્રેગ્નેન્ટ બની હતી. જે ફિલ્મ માટે કરીનાએ આવું કર્યું તે ફિલ્મનું નામ 'ગુડ ન્યુઝ' છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK