રાજકુમાર રાવ અને મૌની રૉયની અપકમિંગ ફિલ્મ 'મેડ ઈન ચાઈના'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મ દિવાળીમાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે. એ પહેલા ફિલ્મના ટ્રેલરે લોકોને પેટ પકડીને હસાવવાના શરૂ કરી દીધા છે. ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. કોમેડી હોવી પણ સ્વાભાવિક છે, કારણ કે ફિલ્મમાં બમન ઈરાની, પરેશ રાવલ જેવા શાનદાર કલાકારો છે. ટ્રેલરમાં રાજકુમાર રાવ ગુજરાતી બિઝનેસનમેનના રોલમાં દેખાઈ રહ્યા છે. રાજકુમાર રાવ ફિલ્મમાં આંતરપ્રિન્યોર બનવા ઈચ્છતા રઘુનું પાત્ર ભજવી રહ્યા છે.
ટ્રેલરમાં બતાવાયું છે કે રઘુ ઉર્ફે રાજકુમાર રાવને મોટા બિઝનેસમેન બનવું છે. આ માટે તે ચીન જાય છે. જ્યાં તેમની મુલાકાત પરેશ રાવલ સાથે થાય છે. પરેશ રાવલ રાજકુમાર રાવને ગાઈડ કરે છે. ફિલ્મમાં બમન ઈરાની સેક્સોલોજિસ્ટના રોલમાં છે. જેની સાથે રાજકુમાર રાવ પાર્ટનરશિપ કરીને ચીનની એક મેડિસિન વેચે છે. આ મેડિસિનની ડીમાન્ડ ખૂબ જ વધી જાય છે. અને રાજકુમાર રાવની જિંદગી બદલાઈ જાય છે. જો કે આ આખી સફર ખૂબ જ મસ્ત છે. ટ્રેલરમાં કોમેડી ખીચોખીચ ભરી છે.
આ રહ્યું ટ્રેલર
આ ફિલ્મની ખાસ વાત એ છે કે રોંગ સાઈડ રાજુ જેવી નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂકેલા મિખિલ મુસળે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. તો ફિલ્મ સાથે ઓજસ રાવલ, જય ભટ્ટ, કરણ વ્યાસ, નિરેન ભટ્ટ જેવા ગુજરાતી કલાકરો જોડાયેલા છે. ફિલ્મની સ્ટોરી કરણ વ્યાસે લખી છે, જ્યારે ડાયલોગ્સ નિરેન ભટ્ટે લખ્યા છે. ફિલ્મની સ્ટોરી ડિરેક્ટર મિખિલ મુસળે, કરણ વ્યાસ અને પરિન્દા જોશીએ લખી છે. ડાયલોગ્સ કરણ વ્યાસ અને નિરેન ભટ્ટે લખ્યા છે. ફિલ્મનું મ્યુઝિક સચિન-જિગરે આપ્યું છે.
આ પણ વાંચોઃ સની દેઓલના આ કેન્ડીડ ફોટો તમને યાદ કરાવશે 90sનો જમાનો
મિખિલ મુસલે રોંગ સાઈડ રાજુ સિવાય ગુજરાતી ફિલ્મ બે યારમાં એસોસિયેટ ડિરેક્ટર અને કેવી રીતે જઈશમાં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટ રહી ચૂક્યા છે. Made In Chinaમાં રાજ કુમાર રાવ સાથે મૌની રોય, બમન ઈરાની, પરેશ રાવલ, ગજરાજ રાવ, સુમિત વ્યાસ અને અમાયરા દસ્તૂર જોવા મળશે.
સુશાંતને મિસ કરી રહ્યો છે રાજકુમાર
23rd February, 2021 11:26 ISTBigg Boss 14: રાજકુમાર રાવની એન્ટ્રીથી પલટશે ફિનાલેનો સીન, લઈને આવ્યા છે ટ્વિસ્ટ
19th February, 2021 15:13 ISTમુંબઈમાં ઍક્ટર બનવા આવઆતાં પહેલાં બરાબર તૈયાર થઈને આવો: રાજકુમાર રાવ
7th February, 2021 17:38 ISTBAFTAના લૉન્ગ લિસ્ટમાં ૭ નૉમિનેશન મળ્યાં ધ વાઇટ ટાઇગરને
6th February, 2021 14:56 IST