Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Madam Chief Minister: રિચા ચઢ્ઢાને મળી મારી નાખવાની ધમકી...

Madam Chief Minister: રિચા ચઢ્ઢાને મળી મારી નાખવાની ધમકી...

18 January, 2021 06:20 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Madam Chief Minister: રિચા ચઢ્ઢાને મળી મારી નાખવાની ધમકી...

તસવીર સૌજન્ય જાગરણ

તસવીર સૌજન્ય જાગરણ


બૉલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'મેડમ ચીફ મિનિસ્ટર'ને લઈને વિવાદોમાં ફસાઇ ગઈ છે. તાજેતરમાં જ તેણે ફિલ્મના કેટલાક પોસ્ટર અને ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યા છે જેના પછી સતત રિચા ચઢ્ઢાનો વિરોધ થઈ રહ્યો છે. જો કે, વિવાદ વધતો જોતા એક્ટ્રેસ માફી માગી ચૂકી છે, પણ વિવાદ હજી પણ ખતમ થવાનું નામ લઈ રહ્યો નથી.




રિચાને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે, એટલું જ નહીં ભીમ સેનાના પ્રમુખ નવાબ સતપાલ તવંરે એક્ટ્રેસની જીભ કાપીને લાવનારાને ઇનામ આપવા સુધીની જાહેરાત પણ કરી દીધી છે. જો કે, 'મેડમ ચીફ મિનિસ્ટર'નું કહેવું છે કે આ ધમકીઓથી તે ડરતી નથી. તો આ મામલે બૉલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે રિચાનો સપૉર્ટ કર્યો છે અને આ બધી વસ્તુઓને અયોગ્ય કહી છે.


સ્વરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ટ્વીટને રીટ્વીટ કર્યો છે. તે ટ્વીટમાં ન્યૂઝ પેપરની કેટલીક કટિંગ્સ દેખાય છે જેના પર સ્પષ્ટ રીતે લખેલું છે કે રિચા રઢ્ઢાની જીભ કાપીને લાવનારાને ઇનામ આપવામાં આવશે. તો ફિલ્મના નિર્દેશક સુભાષ કપૂરનું અપહરણ કરનારાને પણ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Richa Chadha (@therichachadha)

ભૂપેન્દ્ર ચૌધરી નામના યૂઝરના ટ્વીટને રીટ્વીટ કરતા સ્વરાએ લખ્યું, "આ ખૂબ જ શરમજનક છે અને આની આકરી નિંદા થવી જોઇએ. કોઇક ફિલ્મને લઈને તમારા વૈચારિક મતભેદ હોઈ શકે છે કે અને સમસ્યાઓ હોઇ શકે છે. પણ આ અપરાધિક ધમકી અને હિંસા માટે ઉશ્કેરનાર છે. આંબેડકરવાદી, દલિત, નારીવાદી અને ફક્ત સમજદાર લોકો આ વિરુદ્ધ ઊભા થઈ જાઓ. #NOT OK". જણાવવાનું કે મેડમ ચીફ મિનિસ્ટર 22 જાન્યુઆરીના થિએટર્સમાં રિલીઝ થવાની છે.

 
 
 
View this post on Instagram

A post shared by Richa Chadha (@therichachadha)

રિચાએ માગી માફી
એક પોસ્ટર રિલીઝ થયા પછી ઊભા થયેલા વિવાદ પર રિચાએ નિવેદન જાહેર કરતા કહ્યું હતું, "આ ફિલ્મ મારી માટે એક અનુભવ રહી. ફિલ્મનો પ્રચાર પણ આથી જૂદું નથી. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયા પછી તેની ઘણી ટીકા થઈ છે જે જરૂરી પણ છે. આ પ્રમોશનલ મટિરિયલ બનાવવામાં મારી કોઇ ભૂમિકા નથી, પણ એમ કહીને હું નિર્માતાઓને દોષ નથી આપવા માગતી. તેમણે ટીકાઓને ગંભીરતાથી લીધી છે અને તેણે નવું પોસ્ટર જાહેર કરી દીધું છે. ભૂલ માટે માફી માગું છું આવું જાણી-જોઇને નથી કર્યું."

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2021 06:20 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK