Machchhu Teaser:આવતીકાલે રિલીઝ થશે ફિલ્મનું ટીઝર

અમદાવાદ | Jul 04, 2019, 12:18 IST

લાંબા સમયથી ચર્ચામાં રહેલી ગુજરાતી ફિલ્મ 'મચ્છુ - એક્ટ ઓફ ગોડ' ફાઈનલી રિલીઝ થવા જઈ રહી છે. 1979માં મોરબીમાં થયેલી મચ્છુ જળ હોનારત પર આવી રહેલી ગુજરાતી ફિલ્મ ખૂબ જ મોટા પાયા પર બનાવવામાં આવી છે.

Machchhu Teaser:આવતીકાલે રિલીઝ થશે ફિલ્મનું ટીઝર

જુલાઈ અને ઓગસ્ટ મહિનો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ચાહકો-દર્શકો માટે ખાસ રહેવાનો છે. જુલાઈ ઓગસ્ટમાં એકસાથે ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જુલાઈમાં નૈતિક રાવલની 47, ધનસુખ ભવન, મનોજ જોશી અને દિવ્યાંગ ઠક્કર સ્ટારર ચાસણી રિલીઝ થઈ રહી છે, જુલાઈ મહિનામાં જ પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની ફિલ્મ 'ધુનકી' પણ થિયેટરમાં આવશે.. તો ઓગસ્ટમાં વિજયગિરી બાવાની આરોહી, મૌલિક નાયક અને મેહુલ સોલંકી સ્ટારર 'મોન્ટુની બિટ્ટુ' આવી રહી છે. એટલે ગુજરાતી ફિલ્મોના દર્શકો માટે વધુ એક સારા અને ઉત્સાહજનક સમાચાર છે. આ ફિલ્મોમાં હવે 'મચ્છુ'નું નામ પણ જોડાયું છે. મચ્છુ ધ એક્ટ ઓફ ગોડને શૈલેષ લેઉઆ ડિરેક્ટ કરી રહ્યા છે. શૈલેષ લેઉઆ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કાર્યરત છે.

લાંબા સમયથી ચર્ચામાં રહેલી ગુજરાતી ફિલ્મ 'મચ્છુ - એક્ટ ઓફ ગોડ' ફાઈનલી રિલીઝ થવા જઈ રહી છે. 1979માં મોરબીમાં થયેલી મચ્છુ જળ હોનારત પર આવી રહેલી ગુજરાતી ફિલ્મ ખૂબ જ મોટા પાયા પર બનાવવામાં આવી છે. આ પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ મોશન પોસ્ટર પરથી જ અંદાજ આવી શકે છે કે ફિલ્મ કયા લેવલની છે. મચ્છુ જળ હોનારત પર બનેલી ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ વિશે ઉત્સુક્તા વધી છે.

આવું છે ફિલ્મનું મોશન પોસ્ટર

ઉલ્લેખનીય છે કે 1979માં મોરબીમાં ડેમ તૂટવાની દુર્ઘટના બની હતી. 11 ઓગસ્ટ 1979 શનિવાર મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો હતો અને જબરજસ્ત ખુવારી થઈ હતી. આ ડેમ હોનારતમાં સેંકડો લોકોના મોત થયા હતા, કરોડોનું નુક્સાન થયું હતું. અપકમિંગ ફિલ્મ 'મચ્છુ-એક્ટ ઓફ ગોડ'માં આ જ હોનારતની વાત છે.

ડિરેક્ટર શૈલેષ લેઉઆના કહેવા પ્રમાણે,'ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મમાં મોટા પાયા પર VFXનો ઉપયોગ થયો છે. ફિલ્મના VFXમાં બાહુબલીમાં VFXનું કામ કરનાર આર્ટિસ્ટ જોડાયેલા છે. આ ઉપરાંત મોરબીના પૂરની હોનારત, લોકોના દર્દ અને તારાજીને અદ્દલ રીતે દર્શાવી શકાય તે માટે વિદેશી VFX કંપનીની મદદ લેવાઈ છે. ફિલ્મમાં કુલ 60 થી વધારે FXના અને 600 થી વધારે VFXના શોટ્સ છે.'

આ પણ વાંચોઃ નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક

'મચ્છુ' ફિલ્મને જતીન પટેલનું જેએમડીવીસી પ્રોડક્શન પ્રોડ્યુસ કરી રહ્યું છે. તો ફિલ્મમાં મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, જયેશ મોરે, અનંગ દેસાઈ અને શ્રદ્ધા ડાંગર જેવા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર જતીન પટેલના કહેવા મુજબ ફિલ્મ એક સાથે 11 ભાષાઓમાં રિલીઝ થશે. પોસ્ટ પ્રોડક્શનનું કામ લગભગ અંતિમ તબક્કામાં છે, એટલે ફિલ્મ 2019ના એન્ડમાં રિલીઝ થઈ શકે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK