Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ફૉર મોર શૉટ્સ પ્લીઝની સીઝન 3ને ફૅન્સને સમર્પિત કરવા માગે છે માનવી ગાગરુ

ફૉર મોર શૉટ્સ પ્લીઝની સીઝન 3ને ફૅન્સને સમર્પિત કરવા માગે છે માનવી ગાગરુ

17 January, 2021 04:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૉર મોર શૉટ્સ પ્લીઝની સીઝન 3ને ફૅન્સને સમર્પિત કરવા માગે છે માનવી ગાગરુ

ફૉર મોર શૉટ્સની કાસ્ટ

ફૉર મોર શૉટ્સની કાસ્ટ


માનવી ગાગરુએ જણાવ્યું છે કે ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’ની સીઝન 3ને તે આ શોની બે સીઝનના ફૅન્સને સમર્પિત કરવા માગે છે. આ શોમાં માનવીની સાથે જ સયાની ગુપ્તા, બાની જે. અને કીર્તિ કુલ્હારી પણ લીડ રોલમાં જોવા મળશે. આ ત્રીજી સીઝનનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે. આ સિરીઝમાં આ ચારેય મહિલાઓનાં જીવનમાં આવતા ઉતાર-ચડાવ, પડકારો અને ભૂલોને દેખાડવામાં આવી હતી. જોકે તેમની ફ્રેન્ડશિપ લાંબા સમય સુધી ટકી રહે છે. ત્રીજી સીઝન વિશે માનવીએ કહ્યું હતું કે ‘સીઝન ૩ને લઈને હું અતિશય પૉઝિટિવ છું. મને એવી લાગણી થઈ રહી છે કે હું આ સીઝનને એના ફૅન્સને સમર્પિત કરું. આ સિવાય પણ લૉકડાઉન દરમ્યાન એકબીજાને ઘણા સમયથી જોયા નહોતા. એથી ફરીથી મળવાના છીએ એ સુંદર અનુભુતિ થઈ રહી છે અને અમારા સંબંધો વધુ મજબૂત બનશે. ત્રીજી વાત એ છે કે દરેક સીઝનની જેમ આ સીઝનમાં પણ નવા ડિરેક્ટર મળવાના છે. એક નવો દૃષ્ટિકોણ હોવો એ સારી બાબત છે. સેટ પર પાછા ફરવા માટે હું ખૂબ આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2021 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK