માન્યતા દત્તે શૅર કરી આ ઈમોશનલ પોસ્ટ...

Published: 25th October, 2020 22:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

છેલ્લા અમૂક અઠવાડિયાથી સંજય દત્તના કુટુંબમાં છેલ્લા ઘણા સમયથી પડકારોનો આભ તૂટી પડ્યો છે

તસવીર સોજન્યઃ માન્યતા દત્તનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સોજન્યઃ માન્યતા દત્તનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

આજે ઘણા સેલેબ્ઝે ફૅન્સને દશેરાની શુભેચ્છા આપી હતી, જોકે સંજય દત્તની પત્ની માન્યતા દત્તે એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. છેલ્લા અમૂક અઠવાડિયાથી સંજય દત્તના કુટુંબમાં છેલ્લા ઘણા સમયથી પડકારોનો આભ તૂટી પડ્યો છે.

માન્યતાએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી જેમાં સંજય દત્ત સાથેનો ફોટો શૅર કરતા લખ્યું કે, આ દશેરા હું એ વ્યક્તિને સમર્પિત કરું છું જે ફક્ત મારા માટે જ નહીં પરંતુ ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. જીવને તેના ઉપર ખૂબ જ સમસ્યાઓ નાખી પરંતુ તેણે શાંતિથી, કૃપાદૃષ્ટિ અને પ્રેમથી લડત આપી છે. જ્યારે અમને લાગ્યુ કે હવે અમને શાંતિ છે ત્યારે જ જીવનમાં અન્ય એક પડકાર આપ્યો. આજે ફરી તેણે સાબિત કર્યું છે કે પૉઝિટિવ માઈન્ડથી તમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકો છો.

તેણે ઉમેર્યું કે, મને ખરેખર લાગે છે કે સંજુ જેવુ કોઈ નથી, તે મારી શક્તિ છે, મારો ગર્વ છે, મારો રામ છે.

હાલ સંજય દત્ત કેજીએફ2ની તૈયારી કરી રહ્યો છે જેની શૂટિંગ નવેમ્બરથી શરૂ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK