ટીમ બંટી અને ટીમ બબલી વચ્ચે લુડો મૅચ

Published: Mar 12, 2020, 14:36 IST | Harsh Desai | Mumbai Desk

૨૬ જૂને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં તેઓ નવાં ‘બંટી અને બબલી’ તરીકે જોવા મળશે. આ વિશે વાત કરતાં શર્વરીએ (હસતાં) કહ્યું હતું કે ‘હું અને મારી ટીમ ફ્રી ટાઇમમાં લુડો રમવા માટે ઍડિક્ટેડ થઈ ગયાં છીએ અને એ ખૂબ જ એન્ટરટેઇનિંગ ગેમ છે.

શર્વરી વાઘ
શર્વરી વાઘ

બૉલીવુડની મોટા ભાગની સેલિબ્રિટીઝ સેટ પર ટાઇમપાસ કરવા માટે કોઈ ને કોઈ વસ્તુ શોધી કાઢે છે. યશરાજ ફિલ્મ્સની ‘બંટી ઔર બબલી 2’ના સેટ પર સિદ્ધાંત ચર્તુવેદી અને શર્વરી વાઘે લુડો રમવાનું શરૂ કરી દીધું હતું. અક્ષયકુમાર અને અજય દેવગન જેવા ઍક્ટર સેટ પર સતત એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. હાલમાં જ ‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષય અને કૅટરિના રમતાં જોવા મળ્યાં હતાં. સલમાન ખાન પણ તેના સેટ પર ઘણી વાર ક્રિકેટ રમતો જોવા મળે છે. જોકે શર્વરી અને સિદ્ધાંત લુડોમાં વ્યસ્ત થઈ જાય છે. તેમની સાથે ફિલ્મની ટીમ પણ રમવા માટે બેસી જાય છે. ૨૬ જૂને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં તેઓ નવાં ‘બંટી અને બબલી’ તરીકે જોવા મળશે. આ વિશે વાત કરતાં શર્વરીએ (હસતાં) કહ્યું હતું કે ‘હું અને મારી ટીમ ફ્રી ટાઇમમાં લુડો રમવા માટે ઍડિક્ટેડ થઈ ગયાં છીએ અને એ ખૂબ જ એન્ટરટેઇનિંગ ગેમ છે. અમારી સાથે કોઈ પણ રમવા માટે આવે તો અમે તેમને વેલકમ કરીએ છીએ. એક દિવસ સિદ્ધાંત અને તેની ટીમ અમને ટક્કર આપવા માટે આવી હતી. અમારી ફિલ્મના સેટ પર ખૂબ જ મસ્તી થતી રહેતી હોય છે અમે એથી જ અમારો બૉન્ડ પણ ખૂબ જ સારી રીતે બન્યો હતો. ટીમ બંટી અને ટીમ બબલી વચ્ચે ઇન્ટેન્સ લુડો સેશન થઈ હતી અને એમાં અમને ખૂબ જ મજા આવી હતી.’Playing Ludo

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK