અલાદીનમાં જોવા મળશે લવ સ્ટોરી

Published: Oct 28, 2019, 11:16 IST | મુંબઈ

ઇશ્ક તો દેખા હી હોગા..અલાદીન - નામ તો સુના હોગામાં અલાદીન અને યાસ્મિનની લવ-સ્ટોરી હવે ફરીથી આગળ વધવાની છે.

અલાદીન અને યાસ્મિન
અલાદીન અને યાસ્મિન

સબ ટીવી પર આવતી ‘અલાદીન - નામ તો સુના હોગા’માં થોડા સમય પહેલાં અલાદીન અને યાસ્મિનની લવ-સ્ટોરી આવી હતી, જે વાર્તાના ભાગરૂપે જ આગળ વધતી અટકી ગઈ અને યાસ્મિન અલાદીન બન્ને જુદાં પડી ગયાં, પણ હવે એમાં નવેસરથી ટ્વિસ્ટ આવ્યો છે અને બન્ને પંખીડાંઓ ફરી મળવાનાં છે. અલાદીન અને યાસ્મિન બન્નેને ફરી એક કરવા માટે ઑડિયન્સની ખૂબ ડિમાન્ડ આવતી હતી, જેને માન આપીને આ પગલું લેવામાં આવ્યું છે. આજથી શરૂ થતા નવા વર્ષના પહેલા જ વીકમાં યાસ્મિન અને અલાદીન બન્ને મળે અને બન્નેનું પ્રણય-પ્રકરણ નવેસરથી આગળ વધશે.

આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

અગાઉની વાર્તા મુજબ યાસ્મિનને ઝફરના હેતુઓ સામે શંકા છે અને હવે તે એના પિતાના હત્યારાને બધા સામે લાવવા માગે છે, જ્યારે ઝફર રાઝ-એ-કાયનાત માટે દ્વાર ખોલવા માગે છે. પ્રથમ દ્વાર ખોલવામાં સફળ થતાં એમાંથી નરકનો શૈતાન હૈવાન-એ-હિબલિસ નીકળે છે. એ પછી હિબલિસ સન મિનારથી ભાગે છે અને રાજાની હત્યા કરીને અલાદીન પર આરોપ લગાવવાના પ્રયાસ કરે છે, પણ તેને મદદ ન મળતાં ઝફરને ગુસ્સો આવે છે. આ બધી સિચુએશનમાં યાસ્મિન તેની પાછળ છે, પણ એની ઝફરને ખબર નથી. સાચી વાત ખબર પડ્યા પછી યાસ્મિન ભાંગી પડે છે અને તે ઝફર અને જીનુ પાસે જવાબ માગે છે અને એ પછી નવેસરથી યાસ્મિન અને અલાદીનનું મિલન થાય છે. અલાદીન કઈ રીતે યાસ્મિનને પોતાની ઓળખ આપે છે એ આખો સીન ખૂબ રોમૅન્ટિક બન્યો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK