Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લવ આજ કલ સ્ટારર સારાએ ઇજાગ્રસ્ત કાર્તિકની આ રીતે કરી મદદ...

લવ આજ કલ સ્ટારર સારાએ ઇજાગ્રસ્ત કાર્તિકની આ રીતે કરી મદદ...

15 February, 2020 12:37 PM IST | Mumbai Desk

લવ આજ કલ સ્ટારર સારાએ ઇજાગ્રસ્ત કાર્તિકની આ રીતે કરી મદદ...

લવ આજ કલ સ્ટારર સારાએ ઇજાગ્રસ્ત કાર્તિકની આ રીતે કરી મદદ...


ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલ પોતાની રોમાન્ટિક ડ્રામા ફિલ્મ 'લવ આજ કલ'ના પ્રચારમાં વ્યસ્ત છે. એક ડાન્સ રિયાલિટી શૉમાં પ્રમોશન દરમિયાન કાર્તિકનું એક્ટ કરતી વખતે અંગૂઠો ઇજાગ્રસ્ત થઈ ગયો. આજે મુંબઇ આવતી વખતે બન્નેને એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા.

બન્ને પાપારાઝીને પૉઝ આપ્યા પછી કારમાં ગયા પણ ત્યારે પાપારાઝીનું ઘ્યાન આ તરફ ગયું અને તેણે તેની તસવીર લઈ લીધી. તે વાત હતી કાર્તિકને સીટ બેલ્ટ પહેરવામાં મદદ કરતી સારા અલી ખાન.




કાર્તિકે કાળા કલરની ટી-શર્ટ અને જેકેટ તેમજ બ્લૂ કલરની ડેનિમ સાથે શૂઝ કૅરી કર્યા હતા. તો સારા સિલ્વર વ્હાઇટ સલવાર સૂટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી અને કેમેરાને જોઇને સ્માઇલ આપી રહી હતી. આ દરમિયાન 'લવ આજ કલ'નું નિર્દેશન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે અને આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા અને અરુશી શર્માની પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ છે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિઝન અને ઇમ્તિયાઝ અલીએ મળીને કર્યું છે.


આ ફિલ્મ વેલેન્ટાઇન ડેના દિલસે રિલીઝ થઈ છે. આ નામ સાથે ઇમ્તિયાઝ અલીની બીજી ફિલ્મ છે. મૂળ ફિલ્મમાં સારાના પિતા સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી અને ફિલ્મમાં સૈફ અલી ખાનનો ડબલ રોલ છે. આ ફિલ્મને લઈને કાર્તિક અને સારા બન્ને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મના માધ્યમથી બન્ને પહેલી વાર એક સાથે કામ કરતાં દેખાશે.

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની લવ સ્ટોરી પણ આ ફિલ્મની શૂટિંગ દરમિયાન ઘણાં સમયથી ફેમસ રહી. બન્નેને ઘણી જગ્યાઓએ એકસાથે સ્પૉટ કરવામાં આવ્યા. સારાએ કાર્તિક પર ક્રશ હોવાની વાત એક ચેટ શૉમાં પિતા સૈફ અલી ખાનની સામે માની હતી.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 12:37 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK