જોઈ લો પિકુમાં અમિતાભ બચ્ચનનો લુક

Published: 1st November, 2014 07:01 IST

અમિતાભ બચ્ચન પોતાની દરેક ફિલ્મમાં પોતાના પાત્રમાં જીવ રેડી દેતા હોય છે.

પછી એ ‘પા’ હોય કે ૨૦૧૫ની ૩૦ એપ્રિલે રિલીઝ થનારી શૂજિત સરકારની ‘પિકુ’ હોય. વïળી જ્યાં આજના નવા યંગ ઍક્ટરો સિક્સ-પૅક, એઇટ-પૅક અને ટેન-પૅક ઍબ્સ બનાવવાની પાછળ મહેનત કરતા હોય છે ત્યાં જ બીજી બાજુ અમિતાભ બચ્ચને પોતાનો ફૅમિલી-પૅકવાળો ફોટો ટ્વિટર અકાઉન્ટ પર અપલોડ કર્યો છે જે વાસ્તવમાં તેમનો ‘પિકુ’માંનો લુક છે. આ લુકમાં તેઓ ચેક્સવાળા શર્ટ અને માથા પર કૅપ પહેરેલા દેખાય છે. અમિતાભના આ લુકની વાત કરીએ તો આ રોલ માટે વજન વધારવાનું હોવાથી તેઓ અકરાંતિયાની જેમ ખાતા હતા.ફિલ્મમાં તેઓ દીપિકા પાદુકોણના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે અને સાંભળવા મળ્યું છે કે તેઓ એક રાઇટરના પાત્રમાં છે. ફિલ્મમાં ઇરફાન ખાન, મોસમી ચૅટરજી અને જિશુ સેનગુપ્તા પણ અભિનય કરતાં જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK