જોઈ લો ઇઝાબેલની ફિલ્મનો ફર્સ્ટ લુક

Published: 22nd January, 2021 18:35 IST | Agencies | Mumbai

નમસ્તે-આદાબ. જલદી જ તમારી સાથે મુલાકાત થશે. તમારા સૌની સાથે ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરવાની મને અતિશય ખુશી થઈ રહી છે.

જોઈ લો ઇઝાબેલની ફિલ્મનો ફર્સ્ટ લુક
જોઈ લો ઇઝાબેલની ફિલ્મનો ફર્સ્ટ લુક

ઇઝાબેલ કૈફે પોતાની પહેલી ફિલ્મ ‘સુસ્વાગતમ ખુશામદીદ’નો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પુલકિત સમ્રાટ પણ લીડ રોલમાં જોવા મળશે. ઇઝાબેલને જોઈને લોકો તેની સરખામણી તેની બહેન કૅટરિના કૈફ સાથે કરી રહ્યા છે. ફિલ્મમાં ઇઝાબેલ આગરાની નૂરના રોલમાં અને પુલકિત દિલ્હીના અમનના રોલમાં જોવા મળશે. ફિલ્મને ધીરજ કુમારે ડિરેક્ટ કરી છે. પુલકિત સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇઝાબેલે કેપ્શન આપી હતી કે ‘નમસ્તે-આદાબ. જલદી જ તમારી સાથે મુલાકાત થશે. તમારા સૌની સાથે ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરવાની મને અતિશય ખુશી થઈ રહી છે.’
બીજી તરફ ઇઝાબેલ સાથેની કેમિસ્ટ્રી વિશે પુલકિતે કહ્યું હતું કે ‘અમારી કેમિસ્ટ્રી ધમાકેદાર છે. સેટ પર હાજર લોકોનું કહેવું છે કે અમે એકસાથે પટાખા જેવાં દેખાઈએ છીએ. ઇઝાબેલ સેટ પર પોતાની સાથે નવી ઊર્જા લઈને આવે છે. તે ખૂબ મહેનતુ છે અને સેટ પર સૌને પોતાના કામથી પ્રભાવિત કર્યા છે. તે તેજસ્વી છે અને પોતાના ચરિત્ર સાથે તેની એક નિર્દોષતા પણ દેખાઈ આવે છે. તેણે મને મંત્રમુગ્ધ કર્યો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK