ડાયરેક્ટર વિરલ શાહ અત્યારે આ 'ક્લબ'માં કરી રહ્યો છે મજા

Published: Mar 30, 2020, 20:46 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લૉકડાઉન દરમ્યાન જાતે રાંધે છે અને ઘરનું કામ પણ કરે છે

વિરલ શાહ
વિરલ શાહ

ફિલ્મમેકર, લેખક અને ડાયરેક્ટર વિરલ શાહ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તાજેતરમાં જ તેમણે સુપર હિટ ગુજરાતી ફિલ્મ 'ગોળકેરી' થી પ્રેશ્રકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે. પણ શું તમને ખબર છે કે અત્યારે લૉકડાઉનના સમયમાં ફિલ્મમેકર 'હૉમમેકર' બની ગયો છે. ઘરમાં રસોઈ કરવાથી માંડીને ઘરની સાફસફાઈ કરે છે. સાથે સાથે લેખક તરીકેની ફરજ બજાવે છે.

તાજેતરમાં જ વિરલે સોશ્યલ મિડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને કૅપ્શનામં લખ્યું હતું કે, હું અત્યારે એક જ ક્લબમાં છું અને એ છે સેન્ડવીચ. બસ ખાવાનું બનાવવું, ખાવાનું, ઊંઘવાનું અને પુનરાવર્તન કરવાનું, બસ. આ પોસ્ટમાં તેણે જાતે બનાવેલી સેન્ડિવચનો ફોટો પણ શેર કર્યો હતો.

ડાયરેક્ટર અત્યારે પોતાના ઘરના બધા જ કામ જાતે કરે છે. પોતાની માટે રસોઈ બનાવવી, વાસણ ધોવા, પોતા મારવા જેવા કામોમાં દિવસભર પોતાને વ્યસ્ત રાખે છે. વિરલનું કહેવું છે કે, ખરેખર મને હવે સમજાયું કે ફિલ્મમેકરની જેમ જ હૉમમેકર બનવું પણ સરળ નથી. આ બધાની સાથે સાથે વિરલ પોતાની આગામી ફિલ્મની સ્ટોરી પણ લખી રહ્યો છે. સામાન્ય રીતે તે ગોવા જઈને જ સ્ટોરી લખે છે પણ આ વખતે પહેલી વાર તે ઘરે રહીને સ્ટોરી લખી રહ્યો છે અને તેમાં તેને મજા પણ આવી રહી છે તેવા ભાવ સાથે તેણે એક પોસ્ટ સોશ્યલ મિડિયા પર શેર કર્યો હતો.

લૉકડાઉન દરમ્યાન પણ વિરલ મિત્રો સાથે વિડિયો ચેટ દ્વારા કનેક્ટરેડ રહે છે અને કામની બાબતો સાથે મસ્તી-મજાક પણ કરે છે.

વિરલ શાહની લેખક તરીકેની આગામી ફિલ્મ 'કેસરિયા' છે. જે નવેમ્બર 2020માં રજુ થવાની છે. તેમાં મલ્હાર ઠાકર મુખ્ય ભુમિકામાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK