Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાવચેતીના નિયમોનું પાલન કરીને પેરન્ટ્સને મળવા ગઈ હતી આલિયા

સાવચેતીના નિયમોનું પાલન કરીને પેરન્ટ્સને મળવા ગઈ હતી આલિયા

25 April, 2020 07:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાવચેતીના નિયમોનું પાલન કરીને પેરન્ટ્સને મળવા ગઈ હતી આલિયા

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


આલિયા ભટ્ટ તેના ડૅડી મહેશ ભટ્ટ અને સોની રાઝદાનને મળવા ગઈ ત્યારે સલામતીના તમામ નિયમોનું ચોકસાઈથી પાલન કર્યું હતું. આલિયા તેના પેરન્ટ્સથી અલગ બાજુના બિલ્ડિંગમાં રહે છે. હાલની સ્થિતિને જોતાં આલિયાને તેના પેરન્ટ્સની ચિંતા સતાવી રહી હતી. આલિયા સાથેની મુલાકાત વિશે જણાવતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે ‘અમારી થોડા દિવસો અગાઉ મુલાકાત થઈ હતી. તે બાજુના બિલ્ડિંગમાં રહે છે અને સેફ છે. તે હાથમાં ગ્લવ્ઝ અને માસ્ક પહેરીને ચાલીને અમને મળવા આવી હતી. સાથે જ તેણે યોગ્ય અંતર પણ જાળવી રાખ્યું હતું જેથી અમને કોઈ જોખમ ન નડે. તેણે એક જવાબદાર બાળક તરીકે તમામ પ્રકારની સામાજિક જવાબદારીનું પાલન કર્યું હતું. તમારાં બાળકો તમને એ જ શીખવે છે જે તમે તેમને તેમના બાળપણમાં શીખવ્યું હતું. એથી એ જોઈને મનમાં લાગણી છલકાઈ ઊઠી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2020 07:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK