લૉકડાઉનને કારણે લાઇફ પ્રતિનો મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે: કૅટરિના કૈફ

Published: May 15, 2020, 18:42 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

જીવન પ્રતિનો અભિગમ બદલાઈ ગયો છે

કૅટરિના કૈફ
કૅટરિના કૈફ

કૅટરિના કૈફ કહી રહી છે કે લૉકડાઉનને કારણે તેનો જીવન પ્રતિનો અભિગમ બદલાઈ ગયો છે. વર્તમાન સ્થિતિમાં જે લોકો બેરોજગાર બન્યા છે કૅટરિનાએ તેમની મદદ માટે પણ હાથ લંબાવ્યો છે. એ વિશે કૅટરિનાએ કહ્યું હતું કે ‘આ બીમારીને કારણે જે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે એણે લોકોને આત્મનિરીક્ષણ કરવાની તક આપી છે કે આપણું જીવન કેટલું સારું હતું અને આપણે સતત એના તરફ દુર્લક્ષ કરતા આવ્યા છીએ. આ બીમારીના કેસિસ જે પ્રકારે વધી રહ્યા છે એને જોતાં આપણી ફૂડ-હૅબિટ્સ અને લાઇફ-સ્ટાઇલમાં થોડા સુધારા કરીને ઇમ્યુનિટી વધારવાની જરૂર છે. આ સાથે જ મારો લાઇફ પ્રતિનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK