બિગ-બૉસ 13ના આ કન્ટેસ્ટન્ટની દીકરીએ લૉકડાઉનમાં કર્યા લગ્ન, જુઓ કોણ છે

Updated: May 28, 2020, 17:27 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કશિશ મલિકે માતા પુનમનો લહેંગો પહેરીને કર્યા નિકાહ

અબુ મલિક દીકરી કશિશ સાથે
અબુ મલિક દીકરી કશિશ સાથે

કોરોના વાયરસ (COVID-19) અને લૉકડાઉનને કારણકે અત્યારે બધા જ જાહેર કાર્યક્રમો અને ધામધૂમથી થતા લગ્ન સમારંભ પર રોક લગાડવામાં આવી છે. એટલે કમ્પોઝર-ગાયક અને બિગ બૉસ અબુ મલિકની દીકરીના લગ્ન પણ સાદાઈથી કરવામાં આવ્યા હતા. અબુ મલિક અને તેમનો જમાઈ અબ્દુલ્લા દાદારકર વર્સોવામાં એક જ બિલ્ડિંગમાં રહેતા હતા એટલે લગ્નના કાર્યક્રમ માટે બન્નેના પરિવારે બહાર જવાની જરૂર નહોતી પડી. તેમજ લગ્ન સમારંભમાં સોશ્યલ ડિસટન્સિંગનું પાલન પણ કરવામાં અવ્યું હતું.

 
 
 
View this post on Instagram

Abu Malik Daughters Nikaah in sometime ❤ @musicmanmalik #abumalik #nikaah #biggboss13 #fifafooz #fifafoozofficial

A post shared by Fifafooz (@fifafoozofficial) onMay 26, 2020 at 2:58am PDT

લગ્નની વિધીમાં સગા સંબંધીઓ અને મિત્રો સામેલ થઈ શકે તે માટે ઓનલાઈન તેનું પ્રસારણ કર્યું હતું. નિકાહ પહેલા અબુ મલિકે દીકરી કશિશ માટે એક વિશેષ ટ્રેક રજુ કર્યો હતો. નિકાહમાં કશિશે માતા પુનમનો બ્રાઈડલ લહેંગો પહેર્યો હતો.

કશિશ અને અબ્દુલ્લા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે અને બન્નેએ આ મુશ્કેલીનો સમય પસાર થઈ જાય પછી રીસેપ્શન રાખવાનું નક્કી કર્યું છે.

તમને જણાવી દઈએ કે અબુ મલિક બિગ-બૉસ 13નો હિસ્સો રહી ચૂક્યા છે, પરંતુ તેઓ થોડા સમયમાં જ ઘરથી બહાર નીકળી ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK