સાંભળો આ સદાબહાર ગુજરાતી ગઝલોને, જે બનાવી દેશે તમારા દિવસને ખાસ

Published: May 08, 2019, 16:33 IST | મુંબઈ

યાદ કરીએ સદાબહાર ગુજરાતી ગઝલોને. શું તમારા પ્લે લિસ્ટમાં છે આ ગઝલો?

તમે પણ યાદ કરો આ ફેમસ ગુજરાતી ગઝલ્સને
તમે પણ યાદ કરો આ ફેમસ ગુજરાતી ગઝલ્સને

ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ છે તેની રચનાઓના કારણે. અને તેમાં પણ ગઝલોની તો વાત જ શું કરવી? ચાલો, અમે તમને યાદ કરાવીએ આવી કેટલીક એવરગ્રીન ગુજરાતી ગઝલ્સ


કંકોત્રી
મનહર ઉધાસના કંઠે ગવાયેલી અને અસિમ રાંદેરીની અદ્ભૂત રચના એટલે કંકોત્રી. 'કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે.' આ રચના આજે પણ સાહિત્ય રસિકોની પસંદ છે. તમે પણ સાંભળો આ યાદગાર રચનાને અહીં.

શાંત ઝરૂખે
સૈફ પાલનપુરીની આ ગઝલ આજે પણ એટલી જ તાજી લાગે છે. આ ગઝલમાં પ્રેમ છે, ઈંતઝાર છે. કાંઈક મળ્યું ન હોવા છતા ગુમાવ્યું હોવાનો અફસોસ છે. મનહર ઉધાસના કંઠે ગવાયેલી રચનાને સાંભળો.

તમને સમય નથી
બાપુભાઈ ગઢવીની ગઝલના શબ્દો બે પ્રેમીઓના હૈયાની વેદના વ્યક્ત કરે છે. સમયનો નિયમ છે કે એ અટકતો નથી. બસ આ સમયની જ વાત છે આ ગઝલમાં. બાપુભાઈના શબ્દો અને મનહર ઉધાસનો કંઠ, બસ આ રચના યાદગાર બની ગઈ છે.

નયનને બંધ રાખીને
બરકત વિરાણી 'બેફામ'ની આ રચના એટલી લોકપ્રિય થઈ છે કે તેના પરથી ફ્યુઝન પણ બન્યા છે. કોઈ પણ ગુજરાતી એવો નહીં હોય જેણે આ રચના નહીં સાંભળી હોય. આ ગીતને અનેક ગુજરાતી સિંગર્સે ગાયું છે. પરંતુ મનહર ઉધાસના અવાજમાં તેને સાંભળવાની મજા જ કાંઈક અલગ છે.

પ્રેમ એટલે સાવ ખુલ્લી આંખથી થતો વાયદો
મુકુલ ચોક્સીની આ રચનામાં પ્રેમની વ્યાખ્યા આપવામાં આવી છે. પ્રેમ એટલે શું? સાવ ખુલ્લી આંખથી થતો મળવાનો વાયદો, સાવ ઘરનો જ એક ઓરડો, તોય આખા ઘરથી અલાયદો. આ ગઝલ જાણે પ્રેમમાં મગ્ન લોકોને થતા અનુભવોને વાચા આપે છે.

જુઓ, લીલા કોલેજમાં જઈ રહી છે
અસીમ રાંદેરી કલ્પના એટલે લીલા. જેમાં વાત છે કોલેજમાં જતી એક છોકરીની. અસીમના શબ્દો અને મનહર ઉધાસનો કંઠ આ ગઝલમાં પ્રાણ પુરે છે.

તારી આંખનો અફીણી
વેણીભાઈ પુરોહિતની સદાબહાર રચના એટલે તારી આંખનો અફીણી. ગુજરાતી ગઝલમાં જો પ્રણયને લગતી ગઝલને ક્રમાંક આપવામાં આવે તો આ ગીત કદાચ પહેલી આવી. સાંભળો આ યાદગાર રચના પાર્થિવ ગોહિલના અવાજમાં અહીં.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
આદિલ મન્સુરીની આ રચના પહેલી ગઝલની રચના ક્યારે થઈ હશે તેની વાત કરે છે. આ રચના સાંભળવામાં ખૂબ જ આહ્લાદક લાગે છે.

જીવન મરણ છે એક
મરીઝની એવરગ્રીન રચના એટલે જીવન મરણ એક છે. અને તેમાં પણ જગજીત સિંહનો કંઠ, બસ પછી તો કહેવું જ શું?સાંભળો આ રચના અહીં.

આ પણ વાંચોઃ આ છે ઑલટાઈમ હિટ ગુજરાતી સોંગ્સ, તમારા પ્લે લિસ્ટમાં છે કે નહીં?

થાય સરખામણી તો ઉતરતા છીએ
બેફામની વધુ એક રચના એટલે 'થાય સરખામણી તો ઉતરતા છીએ.' આ ગઝલના શબ્દો ખૂબ જ સરસ છે અને મનહર ઉધાસે આ ગઝલને ગાઈને તેમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK