મહેશ ભટ્ટની ડિજિટલ ડેબ્યુ સિરીઝમાં લિલેટ દુબેની એન્ટ્રી

Published: Feb 12, 2020, 12:47 IST | Ahmedabad

૭૦ના દાયકાની અભિનેત્રી-ફિલ્મમેકરના સંબંધો પર આધારિત આ વેબ-શોમાં તાહિર રાજ ભસીન, અમૃતા પુરી અને અમાલા પૉલ મુખ્ય કલાકારો તરીકે જોવા મળશે

લિલેટ દુબે
લિલેટ દુબે

બૉલીવુડના જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટ જિયો સ્ટુડિયોઝ અને વિશેષ ફિલ્મ્સ સાથે મળીને એક વેબ-સિરીઝ બનાવી રહ્યા છે જેમાં ૭૦ના દાયકાની ટોચની અભિનેત્રી અને સ્ટ્રગલિંગ ફિલ્મમેકરના સંબંધોની વાત હશે. મહેશ ભટ્ટ આ વેબ-સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. અગાઉ ૨૦૦૬માં શાઇની આહુજા અને કંગના રનોટ સાથે ‘વો લમ્હેં’ બનાવ્યા બાદ આ વેબ-સિરીઝ પણ તેમના અને પરવીન બાબીના સંબંધ પર આધારિત છે એવું કહેવાય છે.

આ શોમાં તાહિર રાજ ભસીન (છીછોરે, મર્દાની), અમૃતા પુરી (બ્લડ મની, કાઈપો છે) અને અમાલા પૉલ (સાઉથ ઇન્ડિયન ઍક્ટ્રેસ) સહિતના કલાકારો છે. હવે આ કાસ્ટમાં દિગ્ગજ અભિનેત્રી લિલેટ દુબેની એન્ટ્રી થઈ છે. તેઓ તાહિર રાજ ભસીનની માતાનો રોલ કરશે. લિલેટ દુબે ‘કલ હો ના હો’, ‘બાગબાન’, ‘હાઉસફુલ’, ‘ફના’ જેવી અનેક ફિલ્મો માટે જાણીતાં છે. આ ઉપરાંત તેમણે ઝીફાઇવની ‘અકુરી’ અને એમએક્સ પ્લેયરની ક્વીન જેવી વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK