Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > બર્થ-ડે ગર્લ રસિકા દુગ્ગલના શાનદાર પર્ફોર્મન્સ પર નાખીએ એક નજર

બર્થ-ડે ગર્લ રસિકા દુગ્ગલના શાનદાર પર્ફોર્મન્સ પર નાખીએ એક નજર

22 January, 2020 01:23 PM IST | Mumbai Desk

બર્થ-ડે ગર્લ રસિકા દુગ્ગલના શાનદાર પર્ફોર્મન્સ પર નાખીએ એક નજર

બર્થ-ડે ગર્લ રસિકા દુગ્ગલના શાનદાર પર્ફોર્મન્સ પર નાખીએ એક નજર


રસિકા દુગ્ગલે ઍક્ટિંગમાં એક દાયકા જેટલો સમય પસાર કર્યો છે. આજે તેના બર્થ-ડે નિમિત્તે તેના દમદાર પર્ફોર્મન્સ પર એક નજર નાખીએ. તેણે કેટલીક ફિલ્મો અને વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે, જેમાંના તેના પાંચ શાનદાર પર્ફોર્મન્સ વિશે જોઈએ.

કિસ્સા : ‘કિસ્સા’ રસિકા દુગ્ગલની બ્રેકઆઉટ ફિલ્મ ગણવામાં આવે છે. આ ફિલ્મ તેના ઉત્કૃષ્ટ અભિનય માટે પણ ઓળખાય છે. આ ફિલ્મમાં તે આઝાદી બાદના ભારતમાં એક પંજાબી યુવતીના પાત્રમાં જોવા મળી હતી. તેના પાત્રમાં તેની નિર્દોષતા પણ દેખાતી હતી.



મન્ટો : આ ફિલ્મ લેખક સઆદત હસન મન્ટોના જીવન પર આધારિત હતી. તેમની વાઇફની ભૂમિકામાં રસિકા જોવા મળી હતી. પોતાની દમદાર ઍક્ટિંગથી તેણે લોકોનાં દિલ જીત્યાં હતાં.


મિર્ઝાપુર : પોતાના સૉફ્ટ પાત્રની છબીમાંથી બહાર નીકળીને રસિકાએ ‘મિર્ઝાપુર’માં વીણા ત્રિપાઠીના કામુક પાત્રને સાકાર કર્યું હતું. આ પાત્ર સાથે તેણે ફરી એક વાર લોકોનાં દિલ જીતી લીધાં હતાં. હવે તે ફરી એક વાર ‘મિર્ઝાપુર’ની બીજી સીઝનમાં પણ દેખાવાની છે. એમાં તે લોકોને ચોંકાવી દેશે.

હામિદ : ફિલ્મ ‘હામિદ’માં રસિકાના અભિનયે લોકોનાં દિલને સ્પર્શી લીધો હતો. આ ફિલ્મમાં તે એક યુવાન મમ્મીની ભૂમિકામાં જોવા મળી હતી. કાશ્મીરના તનાવપૂર્ણ વાતાવરણમાં પતિને ગુમાવ્યા બાદ તે એકલી પોતાના બાળકનો ઉછેર કરે છે. તેના આ પર્ફોર્મન્સે લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.


દિલ્હી ક્રાઇમ : ‘દિલ્હી ક્રાઇમ’માં રસિકા એક યુવાન પોલીસ-ઑફિસર નીતિ સિંહના પાત્રમાં જોવા મળી હતી. એમાં ૨૦૧૨ના ચર્ચિત નિર્ભયા બળાત્કાર કેસની સ્ટોરી દેખાડવામાં આવી હતી.

આ સાથે જ તે ‘લૂટ કેસ’, ‘મિર્ઝાપુર 2’, ‘દિલ્હી ક્રાઇમ 2’ અને મીરા નાયરની ‘અ સૂટેબલ બૉય’માં પણ જોવા મળવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 01:23 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK