Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હેન્ડ્ઝ અપ, કયા ગુનાની સજા મળી રહી છે CIDના ACP પ્રદ્યુમનને, જુઓ તસવીર

હેન્ડ્ઝ અપ, કયા ગુનાની સજા મળી રહી છે CIDના ACP પ્રદ્યુમનને, જુઓ તસવીર

22 April, 2020 05:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હેન્ડ્ઝ અપ, કયા ગુનાની સજા મળી રહી છે CIDના ACP પ્રદ્યુમનને, જુઓ તસવીર

લતા મંગેશકર સાખે CIDના ACP પ્રદ્યુમન

લતા મંગેશકર સાખે CIDના ACP પ્રદ્યુમન


લૉકડાઉન વચ્ચે સ્વર કોકિલા લતા મંગેશકરની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં લતા હાથમાં રિવોલ્વર પકડતાં દેખાય છે. એટલું જ નહીં તેમણે રિવોલ્વર તાણી છે શિવાજી સાટમ સામે અને સાથે સાથે સીઆઈડી ટીમને નિશાન બનાવી છે. ખરેખર, મામલો એ છે કે 21 એપ્રિલ સીઆઈડીના મુખ્ય અભિનેતા શિવાજી સાટમનો જન્મદિવસ હતો. આ પ્રસંગે લતાએ ત્રણ જૂની તસવીરો શેર કરી શિવાજીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.




આ બીજી તસવીર વર્ષ 2014 ની છે, જ્યારે શિવાજીને માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. લતાએ ફોટોના કેપ્શનમાં લખ્યું છે, 'નમસ્કાર, આજે સીઆઈડી સીરિયલ એસીપી પ્રદ્યુમન શિવાજીરાવ સાટમજીનો જન્મદિવસ છે. હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી સીઆઈડી સીરીયલ શરૂ થાય તેવી જ મારી મનોકામના છે. આ પછી બીજી તસવીરમાં લતા સીઆઈડીની આખી ટીમ સાથે છે. લતાના હાથમાં બંદૂક છે અને સીઆઈડીની આખા સ્ટારકાસ્ટે હેન્ડ્ઝઅપ કરી દીધા છે. લતા મંગેશકરે નીચે લખ્યું છે કે આ તેમને CIDની ટીમ સાથેનો સૌથી ફેવરીટ ફોટોગ્રાફ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2020 05:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK