લતા મંગેશકરને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી

Published: 17th January, 2021 20:33 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ભારત સરકારે તેમને 1991માં પદ્મ શ્રી, 2006માં પદ્મ ભૂષણ અને 2018માં પદ્મ વિભૂષણ અવૉર્ડથી નવાજ્યા હતા. ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહબના નિધન પર લતા મંગેશકરે શોક વ્યક્ત કર્યો છે.

તસવીર સૌજન્ય મિડ-ડે
તસવીર સૌજન્ય મિડ-ડે

જાણીતા શાસ્ત્રીય ગાયક અને સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું રવિવારે નિધન થઈ ગયું છે. 89 વર્ષની ઉંમરે મુંબઇના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાને પોતાના ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ભારત સરકારે તેમને 1991માં પદ્મ શ્રી, 2006માં પદ્મ ભૂષણ અને 2018માં પદ્મ વિભૂષણ અવૉર્ડથી નવાજ્યા હતા. ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહબના નિધન પર લતા મંગેશકરે શોક વ્યક્ત કર્યો છે.

15 વર્ષ પહેલા ખાન ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન બ્રેન સ્ટ્રોકના શિકાર થઈ ગયા હતા. તેમને પેરાલિસિસ અટેક પણ આવ્યો હતો ત્યારથી તે બીમાર હતા. તે ચાલી પણ નહોતા શકતા. ઘરમાં જ તેમની સારવાર થતી હતી. એક ન્યૂઝ એજન્સીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના દીકરા રબ્બાની મુસ્તફાએ તેમના નિધનની પુષ્ઠિ કરી છે. તેમણે જણાવ્યું કે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું નિધન આજે બપોરે લગભગ 12થી 12.15 દરમિયાન થયું છે.

લતા મંગેશકરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહબની એક તસવીર શૅર કરી છે. તેમણે કૅપ્શનમાં લખ્યું છે કે, "મને હાલ જ આ દુઃખદ સમાચાર મળ્યા છે કે મહાન શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહબ આ વિશ્વમાં નથી રહ્યા. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. તેઓ ગાયક તો સારા હતા જ પણ માણસ પણ ખૂબ જ સારા હતા."

લતાજીએ પોતાના વધુ એક ટ્વીટમાં લખ્યું છે કે, "મારી ભાણેજીએ પણ ખાન સાહેબ પાસેથી સંગીત શીખ્યું છે. મેં પણ તેમની પાસેથી સંગીતની થોડીક તાલીમ લીધી ગતી. તેમના જવાથી સંગીતા વિશ્વને હાનિ થઈ છે. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK