ઋષિ કપૂર છે વર્લ્ડ કપ માટે પુરેપુરા તૈયાર, મળવા પહોંચ્યા ક્રિકેટર કપિલ દેવ

Published: Jul 04, 2019, 20:01 IST | ન્યૂયૉર્ક

ઋષિ કપૂરે વર્લ્ડ કપની પુરેપુરી તૈયારી કરી લીધી છે. ત્યારે તેમની મુલાકાત 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમન કેપ્ટન કપિલ દેવે પણ લીધી.

ઋષિ કપૂરને મળ્યા કપિલ દેવ
ઋષિ કપૂરને મળ્યા કપિલ દેવ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર કેન્સરને મ્હાત આપ્યા બાદ વધુ સારવાર માટે હાલ ન્યૂયૉર્કમાં છે. તેમને મળવા માટે કોઈને કોઈ સેલિબ્રિટી પહોંચી જ જાય છે. હાલ ચાલી રહેલા વર્લ્ડ કપના ફીવર વચ્ચે લિજેંડરી ક્રિકેટર કપિલ દેવ પણ ઋષિ કપૂર અને નીતૂ કપૂરને મળવા માટે પહોંચ્યા. આ મુલાકાતની તસવીર નીતૂ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ પહેલા ઋષિ કપૂરને મળવા માટે દીકરી રિદ્ધિમા સાહની, રણબીર કપૂર અને આલિયા પણ પહોંચ્યા હતા.

નીતૂએ ઈન્સ્ટાગ્રામ પર ઋષિ કપૂર અને કપિલ દેવ સાથેનો ફોટો શેર કરતા લખ્યું કે તેઓ 2019ના ICC વર્લ્ડ કપને લઈને પુરી રીતે તૈયાર છે.

 
 
 
View this post on Instagram

Super charged about the World Cup !!! 🤞#kapildev #crickettales #hopingwemakeit 🙏

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) onJul 3, 2019 at 8:31pm PDT

આ પણ વાંચોઃ સારવાર બાદ રિશી કપૂરનો કોમેડી અંદાજ, ફિલ્મ 'જૂઠા કહીં કા'નું ટ્રેલર રિલીઝ

ઋષિ કપૂરના ચાહકો માટે પણ ખુશખબરી આવી છે. તેઓ પુરા 9 મહિના બાદ સિલ્વર સ્ક્રીન પર પાછા ફરી રહ્યા છે. ઋષિ કપૂરની ફિલ્મ જૂઠા કહીં કા 19 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને સમીપ કાંગે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં ઋષિ કપૂરની સાથે જિમી શેરગીલ, લિલિટ દુબે, ઓમકાર કપૂર અને મનોજ જોશી પણ નજર આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK