Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ચાઇ-વાઇ એન્ડ રંગમંચ- 2020 સિઝન ટૂમાં જાણો ફૉક થિએટર વિશે

‘ચાઇ-વાઇ એન્ડ રંગમંચ- 2020 સિઝન ટૂમાં જાણો ફૉક થિએટર વિશે

07 September, 2020 07:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

‘ચાઇ-વાઇ એન્ડ રંગમંચ- 2020 સિઝન ટૂમાં જાણો ફૉક થિએટર વિશે

તસવીર-વિકીપિડીયા

તસવીર-વિકીપિડીયા


લૉકડાઉન દરમિયાન કોકોનટ થિયેટરે  26 મી એપ્રિલ, " ચાઇ-વાઇ એન્ડ રંગમંચ – 2020" શરૂ કરી કૂલ 108 ઓન લાઇન લાઇવ સેશન્સ યોજ્યા. આ સેશન્સમાં સુપરસ્ટાર શત્રુઘ્ન સિંહા, ધ શોમેન સુભાષ ઘાઇ, પદ્મ ભૂષણ એવોર્ડિ અને 5 વખત નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી શબાના આઝમી અને શ્રેષ્ઠ અભિનેત્રી સુપ્રિયા પાઠકે પણ પોતાનો કિંમતી અનુભવ શૅર કર્યો.

સીઝન 1 પછી, પ્રેક્ષકોનો ઉત્સાહ અને તેમની અપેક્ષાઓ ને માન આપી ને કોકોનટ થિયેટરે લાઇવ સેશન્સ ચાલુ રાખવાનું નક્કી કર્યું અને પરંપરાગત ભારતીય લોક કલા પર આધારિત “ચાઇ-વાઇ એન્ડ રંગમંચ - 2020, લોક કલા કે સંગ” સીઝન 2 ની જાહેરાત કરી.  દેશના અલગ અલગ હિસ્સાઓની વિવિધ લોક કલાઓ સાથે સંકળાયેલા નિષ્ણાતો કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર લાઇવ સેશન્સ કરશે અને તેમના અનુભવો, લોક કલાનો ઇતિહાસ અને લોક કલાનું મહત્વ જણાવશે.



લોક કલામાં ખાસ કરીને ફોક થિએટરમાં ભાતીગળ સંગીત, નૃત્ય, ગાન તમામ સાથે સમાજનું પ્રતિબિંબ વર્તાતું હોય છે અને દરેક રાજ્યમાં ત્યાંનું થિએટર ત્યાંની તળપદી ભાષા, સમસ્યાઓ અને માહોલને જીવાડતું હોય છે.


સીઝન 2 ની આ શ્રેણીમાં જુદા જુદા રાજ્યોના લોક સ્વરૂપ રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાતથી 'ભવાઈ', જમ્મુ-કાશ્મીરથી 'ભાંડ પાથર', ઉત્તર પ્રદેશથી 'નૌટંકી', રાજસ્થાનથી 'ગવરી', કેરળથી 'કોડિયત્તમ', બિહારથી 'બિદેસિયા', આસામથી 'અંકિયા નાથ', કર્ણાટકથી 'યક્ષગણ', મહારાષ્ટ્રથી 'તમાશા', અન્ય ફોક થિએટરની વાત થશે.

ગુજરાતની ભવાઇ વિષે 11મી સપ્ટેમ્બરે પ્રાણ જીવન પાઇજા વાત કરશે જેમને માટે ભવાઇ ગળથૂથીમાં મળેલી કલા છે. રંગલો રંગલી અને વિદુષકના માધ્યમથી ‘તા થૈયા થૈયા થૈયા તા થૈ’ની થાપ સાથે રજૂ થતી ભવાઇની ઝીણી ઝીણી બાબતો આ સેશનમાં જાણવા મળશે.


coconut theatre

‘ભવાઇ’ શબ્‍દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા. ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને ‘નાયક’ તરીકે ઓળખવામાં આવે છે. તે નાટકની જરૂરીયાત મુજબ સંવાદો, સંગીત અને વેશભૂષા માટે નિર્દેશન આપે છે. ભવાઇના સંવાદો પહેલાથી નક્કી નથી હોતા પણ કલાકારો પ્રસંગ મુજબ જાતે જ સંવાદો બોલે છે અને સાથે સાથે નૃત્‍યમય શૈલીમાં અભિનય પણ કરે છે. ભવાઇના મુખ્‍ય પાત્રને ‘રંગલો’ કહેવામાં આવે છે. અન્‍યાય, સ્‍ત્રીનો દરજ્જો, સામાજીક અસમાનતા, અંધશ્રદ્ધા અને જાતિવાદ જેવી સામાજિક અને અન્ય બાબતો પ્રત્યે જાગૃતિ ફેલાવવા પણ ભવાઇનો ઉપયોગ કરાય છે. આવી અનેક બાબતો 11મી સપ્ટેમ્બરે કોકોનટ થિએટરના ફેસબૂક પેજ પર લાઇવ સેશનમાં જાણવા મળશે.

 

Whatsapp-channel Whatsapp-channel

07 September, 2020 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK